કચ્છ: ગુજરાત રાજ્યમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ AAPના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ એક્ટિવ થઈ ગયા છે. અરવિંદ કેજરીવાલે આજે પોતાના જન્મ દિવસે કચ્છમાં ટાઉનહોલ કાર્યક્રમમાં ગુજરાતમાં પાંચમી ગેરંટી આપી હતી. કેજરીવાલે રાજ્યમાં ફ્રી શિક્ષણ મુદ્દે આ ગેરંટી આપી હતી.
ADVERTISEMENT
- કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં જન્મેલા તમામ બાળકોને મફત શિક્ષણ આપીશું.
- નવી સ્કૂલો ખોલીશું અને વર્તમાન સરકારી સ્કૂલોને શાનદાર બનાવીશું
- તમામ પ્રાઈવેટ સ્કૂલોનો ઓડિટ કરવામાં આવશે અને જે-જે સ્કૂલોએ વધારે ફી વસૂલી છે તેને પાછી અપાવીશું.
- ઘણા બધા પ્રવાસી શિક્ષકોને નિયમિત તરીકે ભરતી કરીશું.
- કોઈપણ શિક્ષણને ભણાવવા સિવાયની અન્ય કોઈ ડ્યૂટી આપવામાં નહીં આવે.
ફરી ગુજરાતના પ્રવાસે આવસે કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે આજે સ્ટેજ પરથી વધુ એક જાહેરાત કરી દીધી છે. તેઓ આગામી 22મી ઓગસ્ટે ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ સ્વસાથ્ય મુદ્દે ગુજરાતી જનતાને વધુ એક ગેરંટી આપવે તેવી શક્યતા છે.
શિક્ષણ મુદ્દે ભાજપ અને AAP સામ સામે…
ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અવાર નવાર શિક્ષણ મુદ્દે ચર્ચાઓ થતી રહેતી હોય છે. આ દરમિયાન બંને સામ સામે આવી જાય છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના શિક્ષણમંત્રી મનીષ સીસોદીયા ગુજરાત આવ્યા હતા અને અહીંની શાળાઓની પોલ ખોલી દીધી હતી. ત્યારપછી આમ આદમી પાર્ટી અને ભાજપ સતત આ મુદ્દે એકબીજા પર નિશાન સાધતા રહે છે.
કેજરીવાલે ગુજરાતમાં આપી છે અગાઉ આ ગેરંટી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત અપાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ કેજરીવાલે 300 યૂનિટ ફ્રી વીજળી, બેરોજગારોને નોકરી, આદિવાસીઓને લાભ અને 18 વર્ષથી વધુ વયની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા ભથ્થુ આપવાની ચાર ગેરન્ટી આપી હતી. તે બાદ આજે અરવિંદ કેજરીવાલ પાંચમી ગેરન્ટી તરીકે ફ્રી શિક્ષણ આપવાની વાત કરી હતી.
ADVERTISEMENT