અમદાવાદઃ અમદાવાદમાં આજે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેગા રોડ શો યોજ્યો હતો ત્યાં અરવિંદ કેજરીવાલે પણ ક્રિકેટર હરભજન સિંહ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ઢા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ સાથે રોડ શો યોજ્યો હતો. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં અત્યાર સુધી ઘણા સ્થાનો પર વીજળીના બિલને લઈને મુદ્દા ઉઠાવ્યા હતા અને બિલ ઝીરો આવશે તેવું કહ્યું હતું. જે વાતને લઈને આજે કેજરીવાલ અને ભગવંત માને અમદાવાદમાં જાહેરમાં પોતાના રાજ્યોના વિજળીના બિલની કોપી ફેંકી હતી, કે જોઈ લો, બિલ ઝીરો છે.
ADVERTISEMENT
મને એક માણસ મળ્યો જેણે કહ્યું…- કેજરીવાલ
અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. દરમિયાન સરસપુર વિસ્તારમાં કેમ છો કહીને અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, મને એક માણસ મળ્યો, અને કહ્યું કે હું આપને વોટ કરીશ. ભાજપને વોટ આપવામાં કશો ફાયદો નથી. વીજળી મફત, મહિલાઓને 1000 રપિયા, આપ ગુજરાતનું ભવિષ્ય બનાવી શકે છે. ભાજપને મત આપવાથી ગુંડાગીરી મળશે.
27 વર્ષથી એક જ શર્ટ પહેરો છો બદલોઃ કેજરીવાલ
જે પછી અરવિંદ કેજરીવાલે જાહેરમાં કેટલીક કાગળોની કોપી ફેંકી હતી અને કહ્યું હતું કે જોઈ લો ઝીરો વીજ બિલના પુરાવા છે. 8 ડિસેમ્બરે જનતા જીતશે અને નેતાઓ હારવાના છે. 27 વર્ષથી એક જ શર્ટ પહેરો છો તો બદલો હવે.
હરભજન સિંહે કહ્યું…
હરભજન સિંહે પણ લોકોને કેમ છો કહીને તેમના હાલ પુછ્યા હતા. તેમણે કહ્યું કે 8 તારીખે મજા આવવી જોઈએ. અમે તમારી સેવાના કામમાં આવી શકીએ એવો પ્રેમ આપજો. જોકે આ ટુંકો રોડ શો હતો જેમાં 500 મીટર સુધી રોડ શો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT