ગ્રેડ પેની માંગણી કરતા પોલીસકર્મીઓને અમદાવાદમાં કેજરીવાલે કર્યો મોટો વાયદો

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી છેલ્લા 10 દિવસમા ત્રીજી વખત ગુજરાતના પ્રવાસે આવ્યા…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી છેલ્લા 10 દિવસમા ત્રીજી વખત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે ટાઉનહોલ કાર્યક્રમમાં આવ્યા હતા, જ્યાં તેમણે રાજ્યની 18 વર્ષથી મોટી ઉંમરની તમામ મહિલાઓના બેંક એકાઉન્ટમાં રૂ.1000 પ્રતિ માસ આપવાની જાહેરાત કરી. આ સાથે જ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે બાબતે ચાલતી સમસ્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

‘સમગ્ર દેશમાં ગુજરાત પોલીસને સૌથી વધુ પગાર મળશે’
કેજરીવાલે ગુજરાત પોલીસને સંબોધીને કહ્યું હતું કે, હાલ પોલીસકર્મીને 20-20 હજાર પગાર મળે છે. આટલા પગારમાં પોલીસકર્મી ઘર કેવી રીતે ચલાવશે? સમગ્ર દેશમાં ગુજરાતની પોલીસને સૌથી ઓછો પગાર મળે છે. અમારી સરકાર આવશે તો સમગ્ર દેશમાં સૌથી વધુ પગાર મળે છે તે ગુજરાતમાં લાગુ કરીશું. પોલીસને પૂરો પગાર અપાવીશું. તેમના કામની સ્થિતિને સુધારીશું.

પોલીસકર્મીની દીકરીએ કેજરીવાલને પત્ર લખ્યો
આ પહેલા કાર્યક્રમમાં પોલીસકર્મીની દીકરીએ અરવિંદ કેજરીવાલને સંબોધીને પત્ર લખ્યો હતો. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, એક પોલીસકર્મીની પુત્રીએ મને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે પોતાના પિતાનું દર્દ લખ્યું છે કે સાહેબ આપ પર અમને સમગ્ર ભારત ગૌરવ લઈ રહ્યું છે. પોલીસની નોકરી, નોકરીના કલાકો, પોલીસના પગાર, તેમનાં ભથ્થાં અને પોલીસ ફોર્સનો દુરુપયોગ, આ વિશે માહિતી પ્રાપ્ત કરશોજી. આપ પણ ચોંકી ઊઠશો કે સમગ્ર ભારતમાં ગુજરાત પોલીસની સ્થિતિ શું છે? હવે 2023માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે તે નિશ્ચિત છે ત્યારે તમે ગુજરાત પોલીસની વ્યથાને સમજીને ન્યાય અપાવશો. અમને હવે આપ પર ભરોસો અને છેલ્લો વિશ્વાસ રહ્યો છે.

આદિવાસીઓ-વેપારીઓને આપી ચૂક્યા છે ગેરંટી
આ પહેલા ગત રવિવારે પણ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા, જ્યાં તેમણે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ તથા છોટા ઉદેપુરના બોડેલી ખાતે જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે આદિવાસી સમાજને 6 ગેરંટી આપી હતી. જ્યારે આ પહેલા તેઓ ગુજરાતમાં 300 યુનિટ ફ્રી વીજળી, રોજગારીની ગેરંટી અથવા રૂ.3000નું બેરોજગારી ભથ્થું તથા વેપારીઓને ગેરંટી આપી ચૂક્યા છે. એવામાં આમ આદમી પાર્ટીએ મહિલા મતદારોને આકર્ષવા માટે સ્ત્રી સન્માન રાશિનો નવો દાવ ખેલ્યો છે.

અરવિંદ કેજરીવાલની આદિવાસીઓને આ 6 ગેરેંટી

    follow whatsapp