સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો કૃત્રિમ ગાર્ડન, જાણો શું છે વિશેષતા

સુરત: નવી સિવિલ હોસ્પિટલ આ વખતે કુત્રિમ ગાર્ડનને લઈ સતત ચર્ચામાં આવી છે. દિવ્યાંગ અને શારીરિક રીતે નબળા બાળકો માટે ડીઇઆઇસી કેન્દ્રની શરૂઆત નવી સિવિલ…

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો કૃત્રિમ ગાર્ડન, જાણો શું છે વિશેષતા

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો કૃત્રિમ ગાર્ડન, જાણો શું છે વિશેષતા

follow google news

સુરત: નવી સિવિલ હોસ્પિટલ આ વખતે કુત્રિમ ગાર્ડનને લઈ સતત ચર્ચામાં આવી છે. દિવ્યાંગ અને શારીરિક રીતે નબળા બાળકો માટે ડીઇઆઇસી કેન્દ્રની શરૂઆત નવી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે. જેને લઈને બાળકોમાં માનસિક રીતે બદલાવ આવે અને એન્ડ ડેવલેપમેન્ટ થાય છે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સુરતની નવી સિવિલ હોસ્પિટલ છે. જેમાં વર્ષ 2016 માં માનસિક અને શારીરિક વિકલાંગ સાથે જન્મ લેતા બાળકોને ડીઆઇસી થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. 2016 થી શરૂ કરવામાં આવેલા આ સેન્ટરમાં અત્યાર સુધીમાં 56794 બાળકો એ સારવાર લીધી છે. તેમાંથી ઘણા બાળકો સારા થઈ ને પણ ગયા છે. ત્યારે હવે બાળકો જલ્દી સ્વસ્થ થાય તે માટે સિવિલ હોસ્પિટલમાં એક કુત્રિમ ગાર્ડન બનાવવામાં આવ્યો છે જેને લઈ બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય.

ગાર્ડનથી બાળકોનો વિકાસ થશે
સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા નવા ગાર્ડનને લઈને આ સેન્ટરનાં ડો.હર્શિતા એ કહ્યું કે, આ સેન્ટર 2016 માં શરૂ થયું હતું. આ સેન્ટરમાં એવા બાળકો આવે છે, જે માનસિક રીતે વિકલાંગ હોય છે. તો કોઈ બાળકો શારીરિક રીતે ચાલી નથી શકતા એવા બાળકોને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આવા બાળકો માટે અમે પ્રથમ વખત આ સેન્ટરમાં કૃત્રિમ ગાર્ડન બનાવ્યો છે. જેમાં બાળકો અમે અલગ અલગ એકટીવીટી તો કરાવીએ છીએ. બાળકોને અમે જ્યારે હીંચકો ખવડાવીએ ત્યારે તેઓના કાનમાં એક ફ્લડ વહેતું હોય છે. એક પાણી જેવું પ્રવાહી જે દરેકના કાનમાં હોય છે. હીંચકા ખાતી વખતે તેઓનું માઈન્ડ એ રીતે સ્વિંગ થાય છે. અને તેઓનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે.

    follow whatsapp