Rajkot: કેરીના રસિકો માટે આવ્યા સારા સમાચાર, ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આજથી આગમન

Rajkot: કેરીનું નામ પડતાં જ લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે. ત્યારે આ વર્ષે અચાનક વાતાવરણમાં પલટો આવતા જ કેરીના ચાહકોમાં ચિંતાનું મોજું ફરીવળ્યું…

gujarattak
follow google news

Rajkot: કેરીનું નામ પડતાં જ લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે. ત્યારે આ વર્ષે અચાનક વાતાવરણમાં પલટો આવતા જ કેરીના ચાહકોમાં ચિંતાનું મોજું ફરીવળ્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આજથી આગમન થયું છે. 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1700/-થી લઈને 2100/-સુધીના બોલાયા હતા.

એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ત્યારે બીજી તરફ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. આ દરમિયાન આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું અઢારથી વીસ દિવસ વહેલું આગમન થતા કેરીના રસિયામાં આનંદની લાગણી ફેલાઈ છે. જોકે ગોંડલ યાર્ડમાં પ્રથમ દિવસે સૌથી વધુ કેસર કરીનું આગમન થયું છે. ત્યારે ગોંડલ યાર્ડમાં 10 કિલોના બોક્સના ભાવ રૂપિયા 1700/-થી લઈને 2100/-સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: જૂનાગઢમાં ધૂળેટીની રાત્રે ખેલાયો ખૂની ખેલ, કુખ્યાત ગેંગસ્ટરના ભાઈની જાહેરમાં માથામાં ગોળી મારી હત્યા

10 કિલોના બોક્સના 1700થી 2100 રૂપિયા ભાવ
દુનિયાભરમાં કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે ઉના અને તાલાળા ગીરની કેરીનો સ્વાદ માણવા લોકો આતુર હોય છે. આ દરમિયાન આજે રાજકોટ જિલ્લાના ગોંડલ યાર્ડમાં ઉનાના જસાધાર અને બાબરીયાની કેરીની આવક થઈ છે. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થઇ છે. સમયથી વહેલી કેરીનું આગમન થતાં કેરીના રસિયાઓ ખુશ થયા છે. આજે પ્રથમ દિવસે હરાજીમાં આ કેરીના 10 કિલોના બોક્સના 1700થી 2100 રૂપિયા ભાવ બોલાયા હતા. પહેલા જ દિવસે આટલો ભાવ બોલાતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉછ્યા હતા. સાથે જ કેરી પકવતાં ખેડૂતોને આગામી દિવસોમાં આનાથી પણ સારા ભાવ મળશે તેવી આશા છે. જોકે ભારે પવન અને વરસાદથી કેરીના પાકને નુકશાન થયું છે.

(વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, Rajkot  )

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp