ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવનારની ધરપકડ થઇ છે. અમેરિકાની પોલીસે હર્ષ પટેલ નામનાં વ્યક્તિની ધરપકડ કરી હતી. હર્ષ ભાગવા માટેની તૈયારીમાં હતો. ત્યારે શિકાગોનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ અમેરિકાની પોલીસે શિકાગોનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષ પટેલ નામનાં એક ગુજરાતીની ધરપકડ કરી છે. ત્યારે હર્ષ પટેલ દ્વારા ભારતીયોને કેનેડો બોર્ડર ક્રોસ કરાવતો હતો. ગેરકાયદેસર રીતે તેમને અમેરિકા લાવવામાં સંડોવાયેલો છે. તેમજ 19 જાન્યુઆરી 2022 નાં રોજ કેનેડો બોર્ડર પર મૃત્યું પામેલા ડિંગુચાનાં જગદીશ પટેલનાં પરિવારને પણ અમેરિકા લાવવાનું કામ હર્ષ પટેલને જ સોંપાયું હતું.
હર્ષ પટેલ એજન્ટો ડર્ટી હેરીના નામે કુખ્યાત
છેલ્લા પાંચ મહિનાથી ભાગતો ફરતો હર્ષ પટેલ લોકો અને એજન્ટોમાં ડર્ટી હેરીના નામે કુખ્યાત છે. હર્ષ પટેલની શિકાગોનાં ઓ'હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. હાલ તો પોલીસે તેને ઝડપીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ તેની ડિટેન્શન હિંયરિંગ 28 ફેબ્રુઆરીનાં રોજ હાથ ધરવામાં આવશે.
સ્ટીવ શાન્ડ નામનાં વ્યક્તિને બોર્ડર ક્રોસ કરાવવાનું કામ સોંપ્યું
હર્ષ પટેલ ફ્લોરિડામાં કેસિનો ચલાવે છે. તેણે સ્ટીવ શાન્ડ નામનાં એક વ્યક્તિને જગદીશ પટેલ સહિત ગ્રુપનાં લોકોને બોર્ડર ક્રોસ કરવા અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું. ત્યારે તા. 18 જાન્યુઆરી 2022 નાં રોજ હર્ષ પટેલનાં એક દિવસ પહેલા હર્ષ તેમજ શાન્ડ વચ્ચે મેસેજ મારફતે વાતચીત થઈ હતી. વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, બોર્ડર ક્રોસ કરનારા તમામ લોકોએ ઠંડીથી બચવા માટે પૂરતા ગરમ કપડા પહેર્યા છે કે નહી તેની તપાસ કરવી. તેમજ તેઓને કઈ જગ્યાએથી પીકઅપ કરવાનાં છે તેનું લોકેશન તેમજ બે મોબાઈલ નંબર પણ શેર કર્યા હતા.
ગેરકાયદેસર રીતે લોકોનો બોર્ડર ક્રોસ કરાવવા પાંચ ટ્રીપ મારી હતીઃ સ્ટીવ શાન્ડ
હર્ષ પટેલ માટે કામ કરત સ્ટીવ શાન્ડને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સ્ટીવ શાન્ડે 9 માર્ચ 2022 ના રોજ હોમલેન્ડ સિક્યોરિટીનાં અધિકારીઓની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તેણે ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી જાન્યુઆરી 2022 સુધી ગેરકાયદેસર રીતે ભારતથી આવેલા લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા સુધી પહોંચાડવા માટેના પાંચ ટ્રીપ કરી હતી. જેનાં હર્ષ પટેલે તેને 2500 ડોલર ચૂકવ્યા હતા.
હર્ષ પટેલનો ગુનાહિત ઈતિહાસ
હર્ષ પટેલનાં ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો હર્ષ પટેલ અમેરિકા સિવાય કેનેડાની જેલની હવા પણ ખાઇ ચુક્યો છે. 2018 માં હર્ષ પટેલની કેનેડિયન બોર્ડ સર્વિસ એજન્સી દ્વારા ઝડપી લેવાયો હતો. હર્ષ પટેલ કેનેડાની જેલમાંથી છુટ્યા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો.
ઈન્ડિયાથી હર્ષ પટેલે અમેરિકામાં વિઝા મેળવવા ચાર વખત નિષ્ફળ પ્રયાસ કરાયો
કોર્ટ ડોક્યુમેન્ટમાંથી મળતી માહિતી મુજબ હર્ષકુમાર પટેલ ઈન્ડિયાથી અમેરિકાનાં સ્ટૂડન્ટ વિઝા મેળવવા ચાર વખત પ્રયાસ કર્યો હતો. જ્યારે ચારેય વખત તેની એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. 2016 માં હર્ષ પટેલે કેનેડા ગયો હતો. જ્યાંથી તેણે ઓટાવા સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા મેળવવા માટે એપ્લિકેશન કરી હતી. જેમાં હર્ષ પટેલે કિંગ્સ્ટનની સેન્ટ લોરેન્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે તેવો ઉલ્લેખ કર્યો હતો.
પાંચમી વખત વિઝા એપ્લિકેશન રિજેક્ટ થતા અમેરિકામાં ઘુસી ગયો
હર્ષ પટેલના વિઝા વારંવાર રિજેક્ટ થયા બાદ આખરે તેણે ઘુસણખોરીનો નિર્ણય કર્યો હતો. lહર્ષ પટેલે દ્વારા પાંચમી વખત વિઝા એપ્લિકેશન રિજેક્ટ થયા બાદ હર્ષ પટેલ ત્રણ મહિનામાં જ બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચ્યો હતો. જ્યાં થોડો સમય રોકાયા બાદ અમેરિકાથી ફરી બોર્ડર ક્રોસ કરીને કેનેડા આવ્યો હતો ત્યારે તેની કેનેડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT