ગાંધીનગરઃ ગુજરાતમાં બિપરજોય ચક્રવાતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાવચેતીના ભાગરૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બિપરજોય ચક્રવાતમાં સર્જાનાર સંભવિત પરિસ્થિતિ સામે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ભાગ લઈને લશકરની ત્રણેય પાંખોએ આ વિપદાના સમયમાં ગુજરાતની મદદ માટે સજ્જ હોવાનું પણ આશ્વાસન આપ્યું છે. આર્મી, નેવી અને એર ફોર્સ દ્વારા બિપોરજોય વાવાઝોડા દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સજ્જતાની રણનીતિ બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત પોલીસને લોકોએ કર્યા પ્રણામઃ તોફાનમાં પણ નાવડી લઈ દરિયામાં ઉતરી, જાણો શું કર્યું
શું કહ્યું રક્ષા વિભાગે?
ડિફેન્સ પીઆરઓ અને પ્રવક્તા વિંગ કમાંડર એન. મનિષે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે, પ્રાકૃત્તિક આપદાના સમયે લોકોની સમસ્યાઓને ઓછી કરવા માટે ભારતીય આર્મ ફોર્સિસે ગુજરાતના બિપોરજોય વાવાઝોડાના સંકટના સમયમાં પોતાને તૈયાર કરી લીધું છે. ભારતીય આર્મીએ રિલિફ કોલમ્સ પુરા ગુજરાતમાં જેમ કે ભુજ, જામનગર, ગાંધામ, નલિયા, ધ્રાંગધ્રા સહિતના સ્થાનો પર તૈનાતી કરી લીધી છે. ભારતીય આર્મીએ ગુજરાતના મુખ્યમંત્રીની બેઠકમાં પણ ભાગ લીધો છે. નેવીએ તરવૈયાઓની ટીમોને તૈનાત કરી છે. જરૂરત સમયે વધુ ટીમોને પણ રવાના કરવામાં આવશે. અસરગ્રસ્ત લોકોને ભોજમ અને ચિકિત્સા માટે કમ્યુનિટિ કિચન્સ સહિતની તૈયારીઓ કરી દેવાઈ છે.
ADVERTISEMENT