કામિની આચાર્ય/મહેસાણા : ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ટિકિટ ન આપવામાં આવતા અસંતોષ ભડકી ઉઠ્યો છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કરેલા નામોની યાદીમાં ક્ષત્રિય સમાજને ટિકિટ ન ફાળવવામાં આવતા આગેવાનોમા રોષ જોવા મળી રહ્યો છે. ડીસા હિંમતનગર અને ખેરાલુ બેઠક ઉપર કોંગ્રેસ જો મેન્ટેડ ચેન્જ નહીં કરે તો કોંગ્રેસી નેતાઓના ઝભ્ભા ફાડી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ADVERTISEMENT
પૈસા લઇને ટિકિટો વહેંચાતી હોવાનો કોંગ્રેસ પર આરોપ
પૈસા લઈને ટિકિટની વહેંચણી કરતી હોવાનો ક્ષત્રિય સમાજે આક્ષેપ કર્યો હતો. કડી બેઠક ઉપર કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી છે તેને 50 લાખનો વ્યવહાર છે. આ અંગેના પુરાવા અમારી પાસે છે. કોંગ્રેસના નેતાઓ જો ટિકિટ વહેચણીમાં ફેરફાર નહી કરે તો આ અંગેના પુરાવા પણ આગામી સમયમાં રજુ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
જો અમને ટિકિટ નહી મળે તો પૈસાના વ્યવહારો પણ જાહેર કરીશું
ટિકિટ ફાળવણીને લઈને નારાજ ક્ષત્રિય સમાજને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ટિકિટ નહી ફાળવેતો ગુજરાતની તમામ બેઠકો ઉપર આની અસર થશે અને ક્ષત્રિય સમાજ આ ચૂંટણીમાં તેમની તાકાત બતાવી દેશે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈએ ક્ષત્રિય સમાજને અંધારામાં રાખીને વેપાર કરીને ટિકિટ આપી દીધી છે. કોંગ્રેસ જો પોતાની ભૂલ નહીં સુધારે તો માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે.
ADVERTISEMENT