Vibrant Gujarat Global Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એક પછી એક ઉદ્યોગપતિઓ રોકાણની મોટી-મોટી જાહેરાતો કરી રહ્યા છે. એવામાં દેશના જાણીતા બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal)એ પણ આ સમિટમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આર્સેલર મિત્તલ (Arcelor Mittal) હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સાઈટનું નિર્માણ કરશે. તેમણે કહ્યું કે, તે વર્ષ 2029 સુધીમાં તૈયાર થઈ જશે.
2.4 કરોડ ટન હશે વાર્ષિક કેપેસિટી
10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું કે, આ સ્ટીલ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 24 મિલિયન ટનની હશે. તેમણે જણાવ્યું કે, આર્સેલર મિત્તલે આ સમિટમાં હજીરા પ્લાન્ટના બીજા તબક્કા માટે ગુજરાત સરકાર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT