હવે નહીં ચાલે શાળાઓની મનમાની: ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ફરજિયાત, સરકાર કાયદો ઘડશે

ગાંધીનગર: રાજ્યની અનેક શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવાંમાં આવતી ન હતી. ત્યારે આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈ હવે સરકાર એકસહન મોડમાં આવી છે.…

gujarat Vidhansabha

gujarat Vidhansabha

follow google news

ગાંધીનગર: રાજ્યની અનેક શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવાંમાં આવતી ન હતી. ત્યારે આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈ હવે સરકાર એકસહન મોડમાં આવી છે. હવેથી રાજ્ય ની ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે બિલ લાવવામાં આવશે. આવતીકાલથી વિધાનસભાનું સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે સરકાર વિવિધ બિલો રજૂ કરશે. જે અંતર્ગત 27 ફેબ્રુઆરીએ ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરાશે તો 28મી ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લવાશે.

આજે કામકાજ સલાહ સમિતિની બેઠક મળી હતી જેમાં ગુજરાત વિધાનસભામાં કુલ ત્રણ બિલ પસાર કરવામાં આવશે જે અંતર્ગત પેપર લીક બીલ, ઇમ્પેક્ટ બિલ માં સુધારા બિલ અને 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનું બિલ પસાર કરવામાં આવશે આ બિલની જોગવાઈ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત સીબીએસસી અને ઇન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે.

28 ફેબ્રુઆરીના રજૂ થશે બિલ
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાત હાઇકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં ગુજરાતમાં 23 જેટલી શાળાઓ એ ગુજરાતી વિષય જ ભણાવતી નથી ત્યારે રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર બજેટ સત્રમાં ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત અભ્યાસ બાબતનું મહત્વનું બિલ 28 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે.

ગુજરાતી ભાષાન ભણાવાતી શાળાઓ સામે પગલા લેવાશે
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતી ભાષાને લઈ જણાવ્યું હતું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સાહિત્યકારોની રજૂઆત મળી છે. જેથી ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે પગલા લેવાશે. ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી.

ધોરણ 1 થી 8 માં ગુજરાતી ફરજિયાત
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 28 તારીખે અભ્યાસમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતુ બિલ આવશે. આગામ દિવસોમા ધોરણ 1-8 મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્ષ ગુજરાતમાં જે ચાલે છે તે તમામ ને આવરી લેવામાં આવશે. જે ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે.

આ પણ વાંચો: આર્યન મોદી મર્ડર કેસમાં મોદી સમાજના વિરોધ બાદ આરોપીઓ પોલીસના સંકજામાં, જાણો ક્યાં થયા હતા ફરાર ?

હાઇકોર્ટમાં થઈ હતી અરજી
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. ત્યારે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવતા હોવાની અરજદારની રજૂઆત હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે ‘ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યું કરીશું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp