CCTV: અરવલ્લીમાં હઠીલો ચોર ટ્રેક્ટરનું ટાયર ઉપરથી ફરી વળ્યું, છતાં લંગડાતા લંગડાતા વાહન ચોરી ગયો

Aravalli News: અરવલ્લીમાં ચોરીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં જન્માષ્ટમીની રજાઓમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર શોરૂમ બંધ હોવાથી ચોર વાહન ચોરી કરવા પહોંચ્યો હતો.…

gujarattak
follow google news

Aravalli News: અરવલ્લીમાં ચોરીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં જન્માષ્ટમીની રજાઓમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર શોરૂમ બંધ હોવાથી ચોર વાહન ચોરી કરવા પહોંચ્યો હતો. જેમાં ચોર શો રૂમમાં ટ્રેક્ટર ચોરી કરવા પહોંચ્યો. દરમિયાન અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતા ટાયર યુવક પરથી ફરી વળ્યું હતું. જોકે તેમ છતાં ચોર ટ્રેક્ટર ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.

શો રૂમ બહારથી યુવક ચોરી ગયો ટ્રેક્ટર

વિગતો મુજબ, મોડાસાના હજીરા વિસ્તારમાં એક ટ્રેક્ટરના શોરૂમની બહાર એક તસ્કર ટ્રે્ક્ટરની ચોરી કરવા માટે પહોંચ્યો હતો. ચોરી કરવા યુવકે ટ્રેક્ટર ચાલુ કર્યું અને અચાનકે તે પાછલા ટાયરની નીચે આવી ગયું. ટ્રેક્ટરનું ટાયર યુવકના માથા અને શરીર પરથી પસાર થઈ ગયું. જોકે તેમ છતાં યુવક લંગડાતા લંગડાતા ફરી ઊભો થાય છે અને ટ્રેક્ટર પર બેસીને ત્યાંથી ફરાર થઈ જાય છે.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે ટ્રેક્ટરના શોરૂમના માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સીસીટીવીના માધ્યમથી ચોર ટ્રેક્ટર લઈને હજીરાથી શામળાજી તરફ ગયો હતો, જે બાદ ગણતરીના કલાકોમાં જ બિનવારસી હાલતમાં ટ્રે્ક્ટર મળી આવ્યું હતું.

(ઈનપુટ: હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp