અરવલ્લીઃ અરવલ્લીમાં એક કાર અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. જેમાં સાત વ્યક્તિને ઈજાઓ થઈ હતી. અકસ્માત થતા આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલમાં ખસેડવામમાં આવ્યા છે. આ મામલામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
શરીર સંબંધો માટે ભરુચના મહિલા રાજકીય નેતાએ 10 વર્ષ નાના કાર્યકરને કર્યો બ્લેકમેઈલ
કાર ઉંધી વળી ગઈ
અરવલ્લીના માલપુરમાં આંબલીયા પાસે એક ગંભીર અકસ્માત થયો હતો. અહીં એક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઉંધી વળી ગઈ હતી. આ તરફ રિક્ષાના પણ કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માતને જોઈ ઘણા લોકો ઈજાગ્રસ્તોની મદદ માટે આવી ગયા હતા. અકસ્માતમાં કાર અને રિક્ષાને નુકસાન તો થયું જ હતું પરંતુ 7 વ્યક્તિને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા પછી 108 એમ્બ્યૂલન્સ વાન મારફતે મોડાસા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT