અરવલ્લીમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ વાવાઝોડાની અસર- Video

અરવલ્લીઃ બિપોરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ઘણા વિસ્તારોમાં તેની અસરો જોવા મળી રહી છે. આજે મંગળવારે અરવલ્લી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર…

gujarattak
follow google news

અરવલ્લીઃ બિપોરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ઘણા વિસ્તારોમાં તેની અસરો જોવા મળી રહી છે. આજે મંગળવારે અરવલ્લી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લામાં અચાનક ભારે વરસાદ અને પવન શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન વધુ ઝડપે ફૂંકાયો હતો.

રાહુલ ગાંધીએ હવે અમેરિકામાં ટ્રકમાં સવારી કરી, ડ્રાઈવરને પૂછ્યું- કેટલું કમાઓ છો? જવાબ સાંભળીને ચોંકી ગયા

ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અસર
અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે જ ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગ્રામ્ય વિસ્તારો વરસાદના ઝાપટાઓથી જાણે શેરીઓમાં નદીઓ વહેવા લાગી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી હતી. સરડોઈ, બામણવાડ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ તરફ ભિલોડા પંથકમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડું જોવા મળી રહ્યું છે. અહીં વાશેરાકંપા સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદને લઈને લોકોના જીવનને અસર પહોંચી રહી છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp