હિતેશ સુતરિયા.અરવલ્લીઃ અમદાવાદ ક્રાઈમબ્રાંચે 11 જુલાઈના રોજ શામળાજીના અણસોલ પાસેની હોટેલમાં ફાયરિંગ કરનાર નામચીન આરોપી શકાજી ડાંગીને જયપુરમાંથી દબોચ્યો છે. હોટલ માલિકે દારૂ મામલે પોલીસને બાતમી આપ્યાની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
ADVERTISEMENT
ઘટના સમયના સીસીટીવી
અરવલ્લીમાં દારૂ અને હુમલાના સાત ગુનામાં છે વોટેન્ડ,
હોટલના સંચાલક ગોવિંદભાઈ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, 11 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં હોટેલમાં બુકાની ધારી અજાણ્યા લોકો આવ્યા હતા. તેમણે હોટેલ માલિકને દારૂ મામલે પોલીસને બાતમી આપ્યાની અદાવત રાખી ફાયરિંગ કર્યું હતું. તેમણે હોટેલમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં કોઈને ઈજા થઈ ન હતી.
અમદાવાદ કોપ્રોરેશનનો મોટો નિર્ણયઃ નવી મિલકતોની આકારણીના નિયમો બદલ્યા
અમદાવાદ ક્રાઈમબ્રાંચે હુમલામાં સામેલ આરોપી શકાજી ડાંગીની શોધખોળ હાથ ધરી હતી. તેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો. ડાંગી ગુજરાતમાં 25 ગુનામાં વોન્ટેડ છે. તે અરવલ્લીમાં દારૂ અને હુમલાના સાત ગુન્હામાં વોન્ટેડ હતો. ડાંગીને અમદાવાદ લાવવામાં આવ્યો છે. તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ADVERTISEMENT