અરવલ્લીઃ રોડ ક્રોસ કરતી મહિલા સાથે Audi ભટકાતા મોત, એક્ટીવાનો કચ્ચરઘાણ

અરવલ્લીઃ અરવલ્લીમાં સતત અકસ્માતો બનતા રહ્યા છે. કોઈ વખત મોટા વાહનો તો કોઈ વખર ખરાબ રોડને કારણે લોકોના ભોગ લેવાયા છે. બેફામ બનેલા વાહનોને કારણે…

gujarattak
follow google news

અરવલ્લીઃ અરવલ્લીમાં સતત અકસ્માતો બનતા રહ્યા છે. કોઈ વખત મોટા વાહનો તો કોઈ વખર ખરાબ રોડને કારણે લોકોના ભોગ લેવાયા છે. બેફામ બનેલા વાહનોને કારણે નાના વાહન ચાલકો માટે સુરક્ષીત વાહન ચલાવવું ઘણું અઘરું બનતું જાય છે. અરવલ્લીના માલપુર ખાતે આવેલા મંગલપુર પાટિયા પાસે આજે સોમવારે એક મહિલાને ઓડી કારના ચાલકે ફંગોળી નાખી હતી. અકસ્માત બાદ લોકોના ટોળા દોડી આવ્યા હતા. પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી કારણ કે અહીં અકસ્માત પછી બચાવવા જેવું લગભગ કશું હતું જ નહીં. મહિલાનું મોત નિપજ્યું હતું. પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રોડ ક્રોસ કરતી વખતે થયો અકસ્માત
અરવલ્લીના માલપુરમાં આવેલા મંગલપુર પાટિયા પાસે આજે એક ઓડી કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. દરમિયાન અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું ત્યાં જ મોત નિપજ્યું હતું. શરીરના ઘણા હાડકા તૂટી ગયા હતા અને ભારે લોહી વહી ચુક્યું હતું. લોકો આ અકસ્માત થતા જ ત્યાં બચાવ માટે દોડ્યા પરંતુ ત્યાં સુધી મહિલાનો જીવ રહ્યો ન હતો. આ અકસ્માતની ગંભીરતા ત્યાંથી પણ જાણી શકાય છે કે મૃતક મહિલાના રોડ પર પડેલા એક્ટીવાનની હાલત સાવ ભંગાર જેવી થઈ ગઈ હતી. આ તરફ સ્થાનીકોનું કહેવું હતું કે, મહિલા અહીં રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે આ ઘટના બની છે. આ ઘટના પછી માલપુર પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને તેમણે મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp