હિતેશ સુતરિયા.અરવલ્લીઃ અરવલ્લી (Aravalli) જિલ્લાના માલપુર તાલુકાના મેવડા ગામે પ્રેમ પ્રકરણમાં પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે આ મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે દુષપ્રેરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પિતા પુત્રના મોતની ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મામલાને લઈને પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરતા બંનેના મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા છે તથા નિવેદનો નોંધવાથી લઈને છ શખ્સો સામે કાર્યવાહી કરવાની શરૂ કરી છે.
ADVERTISEMENT
પાટણ કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર 5 લાંખની લાંચ લેવા મેડિકલ પાસે આવ્યા અને…
જેને ભગાડી ગયો હતો તેણીએ પણ ઝેર ગટગટાવ્યું
અરવલ્લી જિલ્લામાં સતત પ્રેમપ્રકરણમાં મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે માલપુરના મેવડા ગામે પ્રેમ પ્રકરણમાં પિતા અને પુત્રની મોતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત થઈ રહેલી વિગતો અંગે વાત કરવામાં આવે તો, 16 ઓગસ્ટના દિવસે મેવડા ગામના જ બે પ્રેમી પંખીડા ભાગી ગયા હતા. જ્યાં યુવતી હતી તે સગીર વયની હતી. સગીરાના પિતાએ આરોપી ભગાવી લઈ જનાર સામે પોકસો હેઠળ ફરિયાદ આપીને ગુનો નોંધાવામાં આવ્યો હતો. ત્યાર બાદ 24 ઓગસ્ટના રોજ સગીરાને ભગાવી લઈ જનાર વિશાલ ચમારના પિતા સોમભાઈ ચમારની ઘરમાંથી લાશ મળી આવી હતી. ત્યારે એ વાતને બે દિવસ વીત્યા અને આજે મેવડા માલપુર રોડથી સગીરાને ભગાવી લઈ જનાર યુવક વિશાલ ચમારની પણ લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યાં આ વાત સગીરાને માલુમ પડતા સગીરાએ પણ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે હવે આ પ્રેમ પ્રકરણમાં પિતા અને પુત્રના મોત મામલે માલપુર પોલીસે 6 લોકો સામે દુષપ્રેરણાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને માલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT