અરવલ્લીઃ ભિલોડામાં આજે મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સ્થાનીક ઉમેદવારોના પ્રચાર માટે આવ્યા હતા. દરમિયાન લોકોને જાહેરમાં સંબોધતા ખડગેએ કોરોના, મોરબીની ઘટના, લઠ્ઠાકાંડ સહિતનની ઘટનાઓને લઈને ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા હતા. સાથે જ જ્યારે નરેન્દ્ર મોદીએ ગત રોજની જનસભામાં કહ્યું હતું કે મને ગાળો આપે છે, મારું અપમાન તે તમારું અપમાન થયું કે નહીં? પોતાના અપમાનને ગુજરાતના અપમાન સાથે જોડીને જયારે કોંગ્રેસ પર નરેન્દ્ર મોદીએ પ્રહારો કર્યા હતા તેના પર પણ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિઉત્તર આપ્યો હતો.
ADVERTISEMENT
આ ચૂંટણી ઘણી મહત્વની છેઃ ખડગે
મલ્લીકાર્જુન ખડગેએ કહ્યું કે, અધ્યક્ષ બન્યા પછી હું ચૂંટણી પ્રચારમાં લાગ્યો છું. ત્રીસ દિવસ જેટલું થવા આવ્યું મેં ઘણા પ્રવાસ કર્યા. આજે આ વિધાનસભામાં મને તમારા દર્શનનો પણ લાભ મળ્યો. આ ચૂંટણી ગુજરાતના વિકાસ, દલિતો, આદિવાસીઓ, અલ્પસંખ્યકો અને ગુજરાતના ખેડૂતો, નવ યુવાનો માટે ઘણી મહત્વની છે. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, આટલા વર્ષો સત્તા ભોગવ્યા છતા જો ગુજરાતના લોકોને નોકરીઓ ન અપાવી શકો, પાણીની વ્યવસ્થા, શિક્ષણ માટે તમે કાબેલ નથી તો તમે શું કામના. 27 વર્ષથી તમે સત્તા ભોગવો છો જનતાને ધન્યવાદ છે કે તમે છતા કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા.
ગાંધી-સરદારની તસવીર અમારી ઓફીસમાં માથે હોય છેઃ ખડગે
તેમણે કહ્યું કે, ગાંધી, સરદાર બધા અમારા નેતા ગુજરાતના જ છે. અમારી ઓફીસના અધિકારીઓના માથે મહાત્મા ગાંધીની તસવીર રહે છે, ગાંધીજી ગુજરાતના છે. ભાજપના લોકો કહે છે કે ગુજરાતના દીકરાનું અપમાન કર્યું, અરે ગાંધીજી તો મારા માથે છે. વલ્લભભાઈ પટેલ અમારા માથા પર છે તો તમે કેમ વારંવાર કહો છો મારું અપમાન કરે છે મારું અપમાન કરે છે. તમે તો દેશના છો ને, પ્રધાનમંત્રી છો. દેશમાં ક્યાંય પણ જાઓ તો મહાત્મા ગાંધીનું નામ પહેલા લેવાય છે. લોકોમાં દ્વેષ ફેલાવવા, આપણને તોડી નાખવા, ધર્મમાં આગ લગાવવી, ભાઈઓ ભાઈઓમાં ઝઘડા કરાવવા, તેથી આપણે જરૂર છે કે કોંગ્રેસને ફરી અહીં સત્તામાં લાવવાની છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ગુજરાતમાં દેવું 10 હજાર કરોડ હવે 4 લાખ કરોડ, અમે આઈઆઈટી, એઈમ્સ, એન્જિન્યરિંગ કોલેજ, રસ્તા બનાવ્યા, શાળાઓ બનાવી અને અમને પુછો છો કે અમે શું કર્યું? આજના તબીબ, આઈએએસ આઈપીએસ અધિકારીઓ તમે જુઓ છો, અમારા આંબેડકર સાહેબે બંધારણમાં સમાનતા આપી અને અમને તક મળી એસપી બનવાવી અધિકારી બનવાની. તમે ત્યારે ક્યાં હતા જ્યારે આઝાદી માટે લડ્યા. શહીદ તો અમારા લોકો થયા, ફાંસીએ અમારા લોકો ચઢ્યા.
ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીના મૃત્યુને યાદ અપાવ્યું
તેમણે કહ્યું કે, ઈન્દીરા ગાંધીજી દેશને એક રાખવા માટે જ પોતાના પ્રાણ સમર્પિત કર્યા. તે બધા મળીને રહે તેવું ઈચ્છતા હતા. પરંતુ તેમને છાતીમાં 32 ગોળીઓ મારીને તેમને ખત્મ કરી દેવાયા. રાજીવ ગાંધીને પણ મહિલાએ સ્વાગત કરવા જઈ રહ્યા હતા ત્યારે માનવ બોમ્બથી હાર પહેરાવા ગઈ અને બોમ્બ ફાટ્યો અને રાજીવ ગાંધીના શરીરના ટૂકડા ટૂકડા થઈ ગયા. શું છે તમારી પાસે આવો કોઈ નેતા.
ADVERTISEMENT