અરવલ્લીઃ બાયડમાં EVM ખોટકાતા મતદાન મથકે લાંબી કતારો, લોકોની પરેશાની વધી

અરવલ્લીઃ ગુરૂવારે પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર મતદાન થયું છે. હવે બાકીની 93 બેઠકો પર મતદાન આજે સોમવારે થઈ રહ્યું છે. જેના માટે 833…

gujarattak
follow google news

અરવલ્લીઃ ગુરૂવારે પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર મતદાન થયું છે. હવે બાકીની 93 બેઠકો પર મતદાન આજે સોમવારે થઈ રહ્યું છે. જેના માટે 833 ઉમેદવારોના નસીબનો આજે મતદારો ફેંસલો આપવાના છે. અરવલ્લીની ત્રણ બેઠકો મળી સવાલે 11 કલાક સુધીમાં અંદાજીત 20.83 ટકા મતદાન નોંધાયું છે ત્યારે બાયડમાં પણ એક કલાકમાં 20.52 ટકા એટલે કે સવારે 9 વાગ્યા સુધીમાં આટલું મતદાન નોંધાયું છે. જોકે આ દરમિયાન બાયડમાં ઈવીએમ ખોટકાયાની વિગતો સામે આવી રહી છે.

અન્ય બે બેઠકો પર કેટલું મતદાન
અરવલ્લીની બાયડ ઉપરાંત બીજી બેઠકો ભીલોડા અને મોડાસામાં પણ નોંધપાત્ર મતદાન નોંધાયું છે. બાયડમાં જ્યાં હમીરપુરમાં મતદાન દરમિયાન ઈવીએમ ખોટકાયું હતું ત્યાં લોકોની લાંબી લાઈન થઈ ગઈ હતી. મતદાન શરૂ થયાના બે જ કલાકમાં ઈવીએમ ખોટકાતા લોકો પરેશાનીનો ભોગ બન્યા હતા. ઉપરાંત બીજી બાજુ બાયડની ભીલોડા બેઠક પર 11 વાગ્યા સુધી કુલ અંદાજીત મતદાન 20.49 ટકા અને મોડાસા બેઠક પર કુલ અંદાજીત મતદાન 21.52 ટકા નોંધાયું હતું.
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp