RTE 2024-25 હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં 2 લાખથી વધુ ફૉર્મ ભરાયા, આ તારીખે પ્રથમ રાઉન્ડ થશે જાહેર

શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE (Right to Education) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા (RTE admission process in Gujarat) તારીખ 30 માર્ચના રોજ સમાપ્ત થઈ ગઈ છે. આ વર્ષે સરકારે પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરી હતી.

આ તારીખે પ્રથમ રાઉન્ડ થશે જાહેર

RTE Gujarat Admission

follow google news

RTE Gujarat Admission 2024-25: શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE (Right to Education) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા (RTE admission process in Gujarat) તારીખ 30 માર્ચના રોજ સમાપ્ત થઈ ગઈ છે. આ વર્ષે સરકારે પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરી હતી.  કેન્દ્રિય પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત વધતા અરજીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે અને મળતી માહિતી અનુસાર, આ વર્ષે રેકોર્ડબ્રેક 2.35 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. જેમાંથી 1.66 લાખથી વધુ ફોર્મ માન્ય થયા હતા. બાકીની ભૂલવાળી અરજીઓમાં સરકારે સુધારા માટે 3 દિવસનો સમય આપ્યો છે. ભરાયેલા ફોર્મ-ડોક્યુમેન્ટસની જીલ્લા કક્ષાએ થઈ રહેલી ચકાસણી પ્રક્રિયા અંતર્ગત ગઈકાલે ચકાસણીનો છેલ્લો દિવસ હતો.

આ તારીખે પ્રવેશ ફાળવણીનો  પ્રથમ રાઉન્ડ જાહેર થશે 

એવી માહિતી મળી રહી છે કે, ગઇકાલે સાંજ સુધીમાં  1.66 લાખથી વધુ ફોર્મ માન્ય થયા હતા.જો કે ચકાસણી પ્રક્રિયા રાત સુધી ચાલવાની હોઈ માન્ય ફોર્મ વધશે અને ફાઈનલ સંખ્યા આગામી સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, આ વર્ષે ધોરણ 1માં RTEની બેઠકોમાં 50 ટકા જેટલો ઘટાડો થતા 43800 જેટલી જ બેઠકો છે. જેમાં અંગ્રેજી માધ્યમ, ગુજરાતી અને હિન્દી માધ્યમની સ્કૂલોની બેઠકો છે. સૌથી વધુ ગુજરાતી માધ્યમની બેઠકો છે. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે 15મી એપ્રિલની આસપાસ પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે.

Government Job: ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની ઉત્તમ તક, જાણો કેવી રીતે કરવી અરજી

શું છે RTE?


શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. 

    follow whatsapp