Natural Farming in Dahod : રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે અભિયાન દાહોદ જિલ્લામાં પણ ચાલી રહ્યું છે. અહીં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યું છે. ત્યારે દાહોદના 70 વર્ષીય ખેડૂતે પાકૃતિક ખેતીથી 2 જાતના સફરજન અને 2 જાતના જામફળ સહિતનો પાક કર્યો.
ADVERTISEMENT
દાહોદના ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામના રહેવાસી 70 વર્ષીય માનસિંહ ડામોરે આ કમાલ કરી છે. તેઓ પોસ્ટના નિવૃત કર્મચારી છે. જેમણે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અને ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે વાવેતર અને ઉત્પાદન કરી મબલખ કમાણી કરી છે.
70 વર્ષીય ખેડૂત 3 લાખની કરે છે કમાણી
સૌથી પહેલા તેમણે ફૂલોની ખેતી શરૂ કરી હતી. દેશી બિયારણ અને પ્રાકૃતિક ખેતી વડે તેઓ હાલ દાડમ, ગલકા, દૂધી, તુરીયા, ગવાર, કેળ, સરગવો, રીંગણ, મરચા, હળદર, બીટ, પપૈયા, સફેદ હળદર, રતાળું, ગરાડું, 2 જાતના સફરજન, 3 જાતના જામફળ, 3 જાતના લીંબુ, અળવી, શેરડી, ભીંડા, ચોળી જેવાં અનેકવિધ શાકભાજી તેમજ ફળોનો પાક કરી રહ્યા છીએ. પોતાની એક એકર જમીનમાં તેઓ આ પાક કરીને વાર્ષિક 3 થી 3.50 લાખ સુધીની આવક મેળવે છે.
તેઓ પોતાના ખેતરમાં જીવામૃત, બીજામૃત, આચ્છદન, વાપસા અને મિશ્ર ખેતી એમ પ્રાકૃતિક ખેતીના પાંચ પ્રકારનો ઉપયોગ તેઓ કરે છે. હાલ તેઓ આસપાસના વિસ્તારના અને બહારના પણ અનેક ખેડૂતોને પ્રેક્ટિકલ નોલેજ માટે તેમજ કૃષિ વિષયક વિષય શીખનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
ADVERTISEMENT