બિપિન પ્રજાપતિ, પાટણ: એક તરફ આકરો ઉનાળો અને સાથે માવઠું પડી રહ્યું છે. અને ગરમીનો પારો પણ વધી રહ્યો છે. આ દરમિયાન લાઇટની ખૂબ જરૂરિયાત ઊભી થઈ રહી છે. ત્યારે પાટણમાં લાઇટબિલ ભરવાની અપીલ કરવા લાઈટનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. લાઇટબિલ ન ભરતા લોકો માટે ખાસ એક ગીત તૈયાર કરવામાં આવ્યું હતું અને આ ગાઈ અને લોકોને લાઇટ વીજબીલ સમયસર ભરવા માટે અનોખી રીતે અપીલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પાટણ ના યુજીવીસીએલ ના કર્મચારી નો વિડિયો હાલ સોશિયલ મીડિયા માં ચર્ચાનો વિષય બન્યો છે. તેમના અનોખા અંદાજને લઈને ચર્ચા માં આવ્યું છે યુજીવીસીએલ પાટણ સિટીમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા જગદીશ ગોસ્વામી પોતાની ફરજ ની સાથે સાથે પોતાના ગીત સંગીતના શોખને પણ જીવંત રાખી વીજબિલ બાકી ગ્રાહકોને ગીતોના માધ્યમથી લાઈટ બિલ ભરવાની અપીલ કરી રહ્યા છે. તેઓ દ્વારા રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી ગીત તૈયાર કરીને જે તે વિસ્તારમાં ગ્રાહકોના લાઈટ બિલો ભરવાના બાકી છે અથવા તો જે ગ્રાહકો સમયસર પોતાનું લાઈટ બિલ ભરતા નથી તેવા ગ્રાહકોના વીજ કનેકશનો વિદ્યુત બોર્ડ કાપે તે પૂર્વે તેઓ દ્વારા પોતાની ગીતોની શૈલીમાં ગ્રાહકોને સમજાવી સમયસર પોતાનું લાઈટ બિલ ભરપાઈ કરવા અપીલ કરી રહ્યા છે.
જાણો શું ગાઈ રહ્યા છે
વાયરલ વિડીયોમાં લાઈટમેન જગદીશભાઈ ગૌસ્વામી ગાઈ રહ્યાં છે કે, લાઇટબીલ ન ભરતા માનવતા ગ્રાહક મિત્રોને હું મારા સંગિતના શબ્દોમાં કહી રહ્યો છું કે, રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી. એ પછી ઘરનું કનેક્શન કપાય રે લાઇટબીલ ભરતો નથી. એ પછી ઘરનો પંખો બંધ થાય રે લાઈટબીલ ભરતો નથી. રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી. પછી થાંભલેથી કનેક્શન કપાય રે લાઈટબીલ ભરતો નથી. રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી. પછી ઘરનું અંધારુ થાય રે લાઈટબીલ ભરતો નથી. રસિયો રુપાળો રંગરેલિયો લાઇટબીલ ભરતો નથી. એ પસા કાકા એ રોમા કાકા લાઇટબીલ ભરજો તો પંખા નીચે ખાવા મળશે નહીંતર કનેકશન રદ થશે તો ફરીથી કાગળિયા કરવા પડશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT