અમદાવાદઃ ગુજરાત એટીએસ (Anti-Terrorism Squad) દ્વારા લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મેળવી તેને નલિયા ખાતે કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પંજાબની જેલમાં બેસેલા લોરેન્સ સામે પાકિસ્તાની ડ્રગ ડિલર પાસેથી 194 કરોડનું હેરોઈન મગાવાયું હોવાને લઈને જખૌના દરિયા પાસેથી જ્યારે ડ્રગ્સ પકડાયું ત્યારે તેની સંડોવણી સામે આવી હોવાના આરોપ છે. એનઆઈએ કોર્ટમાંથી કબ્જો મેળવી એટીએસએ લોરેન્સના 14 દિવસના રિમાન્ડ તો મેળવ્યા પણ આ 14 દિવસના રિમાન્ડમાં એટીએસ લોરેન્સ પાસેથી એવી કઈ ખાસ ઈન્ફરમેશન્સ છે જેને કઢાવવાના પ્રયત્નો કરવાનું છે. જોકે આ બાબત લાગે છે તેના કરતા પણ ઘણા પોપડા ધરાવનારી છે પરંતુ હાલ મળતી માહિતી પ્રમાણે લોરેન્સ બિશ્નોઈ પાસેથી ગુજરાત એટીએસ આ વિગતો કઢાવવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
ભાવનગરઃ પિતાએ સાવકા પુત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો
પોલીસ કયા પ્રશ્નોના ઉત્તર માગે છે?
લોરેન્સ ઉર્ફે લવિન્દરસિંઘ બિશ્નોઈ સામે 90થી વધારે ગુના નોંધાયેલા છે. છ પાકિસ્તાનીઓ સાથે અલ તયાસા બોટમાંથી 194 કરોડનું ડ્રગ્સ પકડાયું અને સવાલ ઊભો થયો કે ડ્રગ્સ ક્યાં લઈ જવાનું હતું, કોના કહેવાથી મગાવાયું હતું. દરમિયાન એટીએસ સામે ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાનું નામ સામે આવી રહ્યું હતું. લોરેન્સ પાસેથી એટીએસ આ પણ જાણવા માગશે કે આ અબ્દુલ્લા કોણ છે, તેનું સાચું નામ અને તેની સાથે સંપર્ક કેવી રીતે થયો? લોરેન્સે આ અગાઉ પણ જેલમાં બંધ રહીને કોઈ ડ્રગ્સના કન્સાઈમેન્ટ મગાવ્યા છે કે કેમ? આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય રેકેટમાં બીજું કોણ સંડોવાયેલું છે? ડ્રગ્સની સાથે સાથે આ કેસમાં આતંકી કનેક્શન્સ પણ સામે આવે તેમ હોઈ કોઈ સંગઠનની સંડોવણી છે કે કેમ? તેણે ડ્રગ્સના નાણાંથી કોઈ સંપત્તિઓ વિકસાવી છે કે કેમ? જેલમાંથી ડ્રગ્સ મગાવવા માટે તેણે જે ફોન અને સીમકાર્ડનો ઉપયોગ કરાયો હતો તે અંગેની વિગતો ઉપરાંત સાઉથ આફ્રિકન મહિલા બોંગાની થાન્ડીલે ઉર્ફે અનિતા (રહે. દિલ્હી)ની વિગતો પણ આ 14 દિવસના રિમાન્ડમાં તપાસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે માહિતીઓ એજન્સીઓ લોરેન્સ પાસેથી કઢાવવા માગી રહી છે, તે માહિતીઓ સામે આવે તો ડ્રગ્સ, પાકિસ્તાન અને આતંકવાદને લઈને મોટા ખુલાસાઓ પોલીસ સામે આવી શકે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT