મોરબી જેવી બીજી દુર્ઘટના, ફુટ ઓવરબ્રિજ તુટી પડતા 20 ઘાયલ 8 ગંભીર

મુંબઇ : મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મોટી દુર્ઘટના બની હતી. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રિજનો એક હિસ્સો તુટી ગયો હતો. જેના કારણે અનેક યાત્રીઓ બ્રિજથી સીધા…

gujarattak
follow google news

મુંબઇ : મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મોટી દુર્ઘટના બની હતી. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રિજનો એક હિસ્સો તુટી ગયો હતો. જેના કારણે અનેક યાત્રીઓ બ્રિજથી સીધા જ નીચે રેલવેના પાટા પર પટકાયા હતા. બ્રિજની ઉંચાઇ આશરે 60 ફુટ જેટલી ઉંચી હતી. જેના કારણે આટલે ઉંચેથી પટકાવાના કારણે અનેક લોકો ઘાયલ થયા છે.

20 જેટલા યાત્રીઓ પુલ પરથી પટકાયા હોવાના પ્રાથમિક અહેવાલ
આ દુર્ઘટનામાં 20 યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 8ની હાલત ખુબ જ નાજુક છે. કાજપેટ પુણે એક્સપ્રેસ ટ્રેન પકડવા માટે યાત્રીઓ 1 નંબરના પ્લેટફોર્મથી 4 નંબરના પ્લેટફોર્મ પર જઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ આ દુર્ઘટના બની હતી. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા હતા. ઘાયલોને સારવાર માટે તત્કાલ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

    follow whatsapp