રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ? પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં ગેરરીતીનો મામલો આવ્યો સામે

રાજકોટ: રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે . આ દરમિયાન ભરતી કૌભાંડને લઈ દેશભરમાં ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન હવે વધુ…

રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ? પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં ગેરરીતીનો મામલો આવ્યો સામે

રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ? પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં ગેરરીતીનો મામલો આવ્યો સામે

follow google news

રાજકોટ: રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે . આ દરમિયાન ભરતી કૌભાંડને લઈ દેશભરમાં ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન હવે વધુ એક ભરતી કાંડને લઈ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા RTI કરવામાં આવી હતી. જેમાં મોરબીના પાણી પુરવઠા વિભાગ બોર્ડની ભરતીમાં કૌભાંડ થયાનો આરોપ બિલ્ડર દ્વારા લગાવવામાં આવ્યો છે.

રાજકોટના અગ્રણી બિલ્ડર વિજયસિંહ ઝાલા દ્વારા પાણી પુરવઠા વિભાગની ભરતીને લઈને કરવામાં આવેલી RTIમાં મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેરકાયદે ભરતી થઈ હોવાનું સામે આવ્યું છે. વિજયસિંહ ઝાલાએ આ મામલે જણાવ્યું છે કે, RTI બાદ માહિતી અધિકાર હેઠળ મને માહિતી મળેલ છે, તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 14/06/2021 અને 22/07/2021ના રોજ પાર્થ રાઠોડ અને જયદિપ પોપટ નામના બે વ્યક્તિની ભરતી કરવામાં આવી હતી. જે બાદ 13/09/2021ના રોજ મનસુખ પરમાર નામની વ્યક્તિ રાજકોટ કચેરીમાં એક સરનામા વગરનો પત્ર લખે છે, તેના દ્વારા તપાસ કરવામાં આવે છે. જે બાદ 30/09/2021ના રોજ વી.ડી દેરાસરી નામના કર્મચારી પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કબૂલાત નામું લે છે કે આ કૌભાંડ મેં આર્થિક લાભ માટે કરેલું છે.

લગાવ્યા ગંભીર આરોપ
રાજકોટના બિલ્ડરે કહ્યું કે, RTI માં જાણવા મળ્યું છે કે, વી.ડી દેરાસરી આજની તારીખે પણ રોજમદાર તરીકે લીલાપુરમાં ફરજ બજાવે છે. જે બે લોકોની ખોટી રીતે ભરતી કરવામાં આવી હતી, તેઓ હજુ પણ નોકરી કરી રહ્યા છે કે નહીં તે અંગેની માહિતી મને આપવામાં આવી નથી. મારી પાસે એ માહિતી ઉપલબ્ધ નથી. ગાંધીનગર સુધી મુખ્ય વહીવટી અધિકારીને પણ આ કૌભાંડની જાણ છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલા રૂપિયાનો વહીવટ થયો હતો અને એ વહીવટ ક્યાં અધિકારીઓને મળેલ છે સમગ્ર માહિતી બહાર આવે તેમ છે.

    follow whatsapp