ધનેશ પરમાર, બનાસકાંઠા: વડગામ ધારસભ્ય જીગ્નેશ મેવાણી સતત વિવાદમાં રહેતા હોય છે. ત્યારે આજે તેમના વિરુદ્ધ વધુ એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. સાથે જ જીગ્નેશ મેવાણી મહિલા અધિક કલેક્ટરની માફી માંગે તેવી માંગ કરી છે.
ADVERTISEMENT
બનાસકાંઠામાં મહિલા અધિકારી સામે રોફ જમાવનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે બ્રાહ્મણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર સામે પ્રોટોકોલના નામે રોફ જમાવી એક ક્લાસ વન મહિલા અધિકારીનું અપમાન કરતા બ્રહ્મ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આવેદન પત્ર આપ્યું છે.
દલિત સમજે આપ્યું હતું આવેદન
થોડા દિવસ પહેલા મેવાણી વિરુદ્ધ વડગામના દલિત અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું હતું . RDC દલિત મહિલા અધિકારીનું જીગ્નેશ મેવાણીએ કરેલા અપમાનને લઈ લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જીગ્નેશ મેવાણી RDC અધિકારીની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ જીગ્નેશ મેવાણીએ RDC ને જાહેરમાં પ્રોટોકોલ જાહેરમાં સમજાવ્યો હતો.
જીગ્નેશ મેવાણી માફી માંગે
RDC દલિત મહિલા અધિકારી નું જીગ્નેશ મેવાની એ કરેલ અપમાન ને લઈ આક્રોશ ફેલાયો છે ત્યારે જીગ્નેશ મેવાની RDC અધિકારી ની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ 3 દિવસ અગાઉ કરેલી વાતને લઈ વિવાદનો વંટોળ ઉઠ્યો છે અને મેવાણી માફી માંગે તેવી માંગ ઉઠી છે.
શું છે વિવાદ
થોડા દિવસ પહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ધારાસભ્ય આવે તો ખુરશી માંથી ઉભા થવા જણાવ્યું હતુ..અને ધારાસભ્ય બેસે ત્યારબાદ બેસવાં કહ્યું હતુ. સાથો સાથ ધારાસભ્યને ગેટ પર લેવા અને મૂકવા આવવાના જીગ્નેશ મેવાણીના નિવેદનનો વીડિયો વાઇરલ થયો હતો.
ADVERTISEMENT