રાજ્યમાં પેપર ફૂટવાની ઘટના સતત સામે આવી રહી છે. ત્યારે ચાલી રહેલી બોર્ડની પરીક્ષાનું કમ્પ્યુટરનું પેપર ફૂટ્યું હોવાની અટકળો વહેતી થઈ છે. ત્યારે આ મામલે વિધ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે ટ્વિટ કરી ચાલી બોર્ડની પરીક્ષાનું ચાલી રહેલું પેપરના વાયરલ થયેલા ફોટાના સ્ક્રીન શૉટ શેર કર્યા છે. તેમણે કહ્યું છે કે, પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી. વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે
ADVERTISEMENT
વિધ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરી કહ્યું કે, આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં “”#કોમ્પ્યુટર_વિષય”” ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપરલીક થયાની માહિતી પોહચાડવા માં આવેલ છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી. વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે 3 થી 6:15
આ પણ વાંચો: દોષિતોને સ્ટેજ પર સન્માન મામલે બિલકિસ બાનોના પતિએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
જોકે આ વાયરલ થયેલા પેપરના ફોટાની ત્યાં સુધી પુષ્ટિ ન થઈ શકે જ્યાં સુધી પરીક્ષાર્થીઓ પેપર આપી બહાર નથી આવતા. જો આ પેપર સાચું હોય તો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ શકે છે. ત્યારે બીજી તરફ વિધ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ કેટલી વખત આમ ચેડાં થશે એ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે વિધ્યાર્થી નેતા પાસે ડર વખતે પેપર પહોંચે છે તો તંત્ર પાસે પૂરતા સોર્સ નથી? કે પછી લોકોને યુવરાજસિહ પર તંત્ર કરતાં વધુ વિશ્વાસ છે?
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT