ભાવનગર પંથકમાં સગીરાની પજવણીની વધુ એક ઘટના આવી સામે, પોલીસ તંત્ર દોડતું થયું

નીતિન ગોહેલ, ભાવનગર: રાજ્યમાં છેડતી અને દુષ્કર્મના બનવો છાસવારે બને છે. હવે એક તરફી પ્રેમના કારણે હવે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે ભાવનગર…

gujarattak
follow google news

નીતિન ગોહેલ, ભાવનગર: રાજ્યમાં છેડતી અને દુષ્કર્મના બનવો છાસવારે બને છે. હવે એક તરફી પ્રેમના કારણે હવે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં સગીરાને પજવણીની ઘટના સામે આવી છે. વલ્લભીપુર પંથકની ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાની વારંવાર પજવણી કરતા પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે.

આજકાલ ગુજરાતમાં સતત ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. આ દરમિયાન ભાવનગરમાં 15 વર્ષની સગીરાને પજવણી કરતી ઘટના સામે આવી છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાને આરોપી દ્વારા વારંવાર પજવણી કરવામાં આવતી હતી. આ ઉપરાંત અનૈતિક સબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવતી હતી. આ દરમિયાન વિધ્યાથીનીના વાલીને જાણ થતાં મામલો બીચકયો હતો.

પોલીસે 4 આરોપીની શોધખોળ શરૂ કરી 
વિદ્યાર્થીની સ્કૂલે જતી હોય ત્યારે આરોપીઓ વારંવાર અનેટિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવતી હતી.  વિદ્યાર્થીનીનાં પરિવારને આ ઘટના ની જાણ થતાં  આરોપીઓનાં ઘરે ઠપકો આપવા જતા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે 4 રોમિયોગીરી કરતા નરાધમો જેમાં અજય દેવા, દેવકરણ બાથા સાટીયા, હરેશ જોધા સાટીયા, ઋત્વિક રજૂ, નામના ઈસમો સામે પોક્સો સહિત IPCની કલમ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને શોધવા માટેની તજવીજ હાથ ધરી

 એક સપ્તાહ પહેલા આવિ જ ઘટના સામે આવી હતી
ભવનગરના સિહોર તાલુકાના સુરકા ગામની સગીરા સિહોરમાં અભ્યાસ માટે અપડાઉન કરતી હતી. આ દરમિયાન ગામના જ માથાભારે શખ્સોએ તેને પરેશાન કરતા અંતે તેને મોત વ્હાલું કરી લીધું હતું. ગામના જ કેટલાક યુવકો તેમને પજવણી કરતા હતા અને તેનાથી આ વાત સહન નહીં થતા તેને 10 ડિસેમ્બરના રોજ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ બદનામીના ડરે  પરિવારે કોઈને જાણ કરી ન હતી. છતાં પણ મૃતક યુવતીની બહેન પાણી દ્વારા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ સુરતના પાટીદાર આગેવાનોએ હર્ષ સંઘવીને રજુઆત કરી હતી. જેને લઈને ઉચ્ચકક્ષાએથી આદેશ છૂટ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp