ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોરોનાકાળ દરમિયાન બંધ કરાયેલી વિવિધ યોજનાઓને ફરી શરુ કરી હતી. તેમાં હવે વધારે અન્નપૂર્ણા રથનો ઉમેરો કરવામાં આવશે. જેથી શ્રમિકોમે નજીવા દરે એક સમયનું ભોજન મળી રહે. અગાઉ પ્રથમ વખત 17 જુલાઈ, 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા અન્નપૂર્ણા યોજના શરુ કરવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી વખતે પણ યોજના શરુ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
રાજ્યમાં વધુ 28 અન્નપૂર્ણા રથ ફરશે
ગુજરાત સરકાર અન્નપૂર્ણા યોજના અંતર્ગત વધુ 28 અનપૂર્ણા રથ શરુ કરશે. અન્નપૂર્ણા યોજનામાં અસંગઠિત ક્ષેત્રના કામદારોને બપોરે નજીવા દરે જમવાનું મળે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ માટે મજૂરો જ્યાં એકઠા થતા હોય તેવા સ્થળે જુદા જુદા અન્નપૂર્ણા રથ દ્વારા કામદારોને ભોજન પૂરું પડાય છે. ખાસ કરીને કડિયાનાકા કે શ્રમિકો જ્યાં એકઠા થાય છે તે વિસ્તારમાં રથ ઊભા રખાય છે, જેથી કામદારોને સરળતાથી ભોજન મળી રહે. રાજ્યમાં 67 લાખ અસંગઠિત ક્ષેત્રના મજૂરો છે. મજદૂરો માટે રૂ.5માં થાળી તૈયાર કરાઈ છે, જેમાં રોટલી, કઠોળ, શાક, ગોળ, અથાણું, ખીચડી સહિતની વાનગી અપાશે. ઉપરાંત અઠવાડિયામાં એક વખત મિષ્ટાન આપવા પણ પ્રયાસ થઈ રહ્યો છે.
5 રુપિયામાં શ્રમિકો ભરપેટ જમશે
અત્યાર સુધીમાં રાજ્યમાં 23 અન્નપૂર્ણા રથ શરુ ચાલુ હતા તેમાં 28 રથ વધુ શરુ થતા હવે રાજ્યમાં કુલ 51 રથ કડિયાનાકા વિસ્તારોમાં શ્રમિકોને ભોજન આપશે. આજથી જ આ નવા અન્નપૂર્ણા રથ કાર્યરત થઈ જશે. પ્રતિ વ્યક્તિ માત્ર 5 રુપિયાના દરે શાક-રોટલી, ભાખરી, પૂરી શાક સહિત દરરોજ અલગ-અલગ પ્રકારનું ભોજન પીરસવામાં આવશે. અગાઉ જ્યારે યોજના શરુ થઈ ત્યારે 10 રુપિયામાં ભોજન અપાતું હતું. રાજ્યના બાંધકામ ઉદ્યોગ સહિત અન્ય અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકો અને તેમના પરિવારને 5 રૂપિયામાં એક ટંક ભોજન આપશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT