જૂનાગઢ: રાજ્યમાં શિક્ષણ જગતને લઈ એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. આ દરમિયાન છેલ્લા થોડા સમયથી ડમી ઉમેદવાર કાંડ સરકારની ચિંતા વધારી રહ્યું છે. ત્યારે હવે જૂનાગઢમાંથી ડમી કાંડ સામે આવ્યું છે. જૂનાગઢની કેશોદ પીવીએમ સાયન્સ કોલેજમાંથી ડમીકાંડ ઝડપાયું છે. કોલેજની સેકન્ડરી પરીક્ષામાં 4 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા છે. PVM સાયન્સ કોલેજમાં હાલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓેફ ઓપન સ્કૂલિંગની પરીક્ષા ચાલી રહી હતી.
ADVERTISEMENT
રાજ્યમાં સરકારી પરીક્ષામાં ડમીકાંડને લઇ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. ત્યારે રાજ્યની વધુ એક પરીક્ષામાં ડમીકાંડ સામે આવ્યું છે. જૂનાગઢની કેશોદ પીવીએમ સાયન્સ કોલેજમાંથી ડમીકાંડ ઝડપાયું છે. કોલેજની સેકન્ડરી પરીક્ષમાં 4 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા છે. PVM સાયન્સ કોલેજમાં હાલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓેફ ઓપન સ્કૂલિંગની પરીક્ષા ચાલી રહી છે. જેમાં 80થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં હતા. સોશિયલ સાયન્સના પેપર દરમિયાન નિરીક્ષકે તપાસ કરતા 80માંથી 4 વિદ્યાર્થીઓ ડમી હતા. જેથી આ ચારેય ડમી વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
6 મે સુધી ચાલનારી આ પરીક્ષામાં એક જ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે 80 માંથી 4 વિધ્યાર્થી ડમી નીકળતા ખળભળાટ મચ્યો છે. હજુ ભાવનગરનું ડમી કાંડ શાંત નાથી પડ્યું ત્યાં જૂનાગઢથી ડમી કાંડ સામે આવ્યું છે. આ અગાઉ ભાવનગર ડમીકાંડ કેસમાં પોલીસ વિભાગ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડમીકાંડની તટસ્થ તપાસ માટે SITની રચના કરાઇ છે. નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના થઇ છે. જેમાં 2 PI, 8 PSI સહિત પોલીસ સ્ટાફનો સમાવેશ કરાયો છે. તો LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોર્ડનો સ્ટાફ પણ SITની મદદમાં રહેશે. ત્યારે હવે જૂનાગઢના ડમી કાંડમાં શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું.
જાણો શું કહે છે ઓબ્ઝર્વર
પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયા હોવાની વાતને ઓબ્ઝર્વર સંજયભાઈ સાંગાણી પુષ્ટિ આપે છે. તેને કહ્યું કે, PVM કોલેજમાં આજે NIOS બોર્ડની સેક્ન્ડરીની પરીક્ષા ચાલુ છે. 17 એપ્રિલના 80 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં હતા. પરીક્ષામાં તપાસ દરમિયાન 4 વિદ્યાર્થીઓ ડમી તરીકે પરીક્ષા આપતા ઝડપાયા છે. હવે આગળ તેમની સામે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે .
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ )
ADVERTISEMENT