અમદાવાદ: મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ બોજ સહન કરવાનો વારો આવશે. તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ હવે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. સાબરડેરી દ્વારા છેલ્લા 25 દિવસમાં બીજી વાર શુદ્ધ ઘીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. 5 કિલો ઘીના ભાવમાં 420 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે
ADVERTISEMENT
ઘીના ભાવમાં સાબર ડેરીએ વધારો કરતા લોકોને હવે શીરાનું જમણ જનતાને મોંઘુ પડશે.ત્યારે અમૂલ દ્વારા પ્રતિ કિલો 28 નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 15 કિલો ઘીના ભાવમાં 420 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, અમુલ લુઝ ધીના ભાવમાં તોંતિગ વધારો આજથી લાગુ કરવામાં આવ્યો છે.
આ વર્ષે બીજી અખાત વધારાયો ભાવ
સાબરડેરી દ્વારા વધુ એક વાર જનતા પર મોંઘવારીનો બોઝ નાખવામાં આવ્યો છે. અમૂલ ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં બીજી વાર ભાવ વધારો કરવાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીની શરુઆત ભાવ વઘારો કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે 8 વખત ભાવ વધારો કરવામાં આવ્યો
આ પહેલા અગાઉના વર્ષમાં 8 વખત શુદ્ધ ઘીના ભાવમાં વધારો થયો હતો. આમ નવા વર્ષમાં ઘીના ભાવમાં વઘારો સાબરડેરી દ્વારા કરવામાં આવ્યો છે. સતત વધતા ભાવો વચ્ચે હવે 15 કિલોગ્રામનુ ટીન 10 હજારને પાર કરી ચુક્યુ છે. જ્યારે પ્રતિકિલોનો ભાવ હવે 700ની નજીક પહોંચવા તરફ છે.
અમદાવાદમાં મા-દીકરીએ મળીને કરી પતિની હત્યા, પત્નીએ દુપટ્ટાથી ટૂંપો આપ્યો, દીકરીએ મોઢું દબાવ્યું
હાલમાં પશુપાલનની નિભાવણી કરવીએ ખૂબ જ ખર્ચાળ થઈ રહી છે. સાથે જ ગરમીના પ્રમાણમાં વધારો જેમ જેમ ઉનાળાની શરુઆતે થઈ રહી છે, એમ દૂધની આવકોમાં ઘટાડો થશે. આવી સ્થિતીમાં દૂધની બનાવટો ખર્ચાળ બનતી જતી હોય છે. આમ હજુ ઉનાળા દરમિયાન કોઈ જ રાહત ઘી કે દૂધની બનાવટોમાં મળી શકે એમ લાગી રહ્યુ નથી. ત્યારે હવે જનતાને મોંઘવારીનો માર સહન કરવાંનો વારો આવ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT