અમદાવાદ: જનતા પર મોંઘવારીના માર સતત પડી રહ્યા છે. પહેલા એસ ટીના ભાડા વધારા બાદ હવે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે. અદાણી CNGના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. ત્યારે 2 મહિનામાં CNGના ભાવમાં આ છઠ્ઠી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
એક બાદ એક વસ્તુમાં સતત ભાવ વધારા સામે આવી રહ્યા છે. ત્યારે મોંઘવારીને લઈને લોકો ત્રાહિમામ થયા છે. આ દરમિયાન CNGમાં બે માસમાં છઠ્ઠી વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારાને કારણે CNG 75.99 રૂપિયા પર પહોંચી ગયો છે. હવે વાહનચાલકોએ અદાણીના CNG માટે 75.99 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.
અદાણીએ કરેલા CNGમાં ભાવ વધારાના કારણે CNG વાહન ચાલકોના ખિસ્સા પર ભારણ વધશે. ત્યારે આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અદાણીના CNGમાં 15 પૈસાના વધારો થતાં નાગરિકોના ખિસ્સા પર અસર થશે. અદાણી CNGના આ ભાવ વધારાથી સૌથી વધુ રીક્ષાચાલકોની કમર તૂટી જશે. બીજી તરફ ખાનગી વાહન ચાલકો પર પણ અસર વાર્તાશે.
એપ્રિલ મહિનામાં ઘટયા હતા ભાવ
ગત એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે CNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે CNGમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ અદાણી ગેસ સતત ભાવ વધારો કરી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં CNGના ભાવમાં છ વખત વધારો કરાયો છે.
ADVERTISEMENT