રાજકોટ : ગુજરાતમાં આજે ફરી બપોરે વરસાદી માહોલ જામ્યો હતો. ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂ થતાની સાથે જ પહેલા દિવસે કમોસમી વરસાદ બનતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. રાજકોટ, અમરેલી, કચ્છ ભુજ અને જૂનાગઢ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થઇ ગયા હતા. ધર્મેન્દ્ર રોડ પર નદી વહેતી થઇ હોય તેવા દ્રશ્ટો સર્જાયા હતા. રાજ્યમા વધારે 2 દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદ એવો જામ્યો છે કે જાણે ચોમાસું હોય. અનેક શહેરોમાં રોડ પર નદીઓ વહેતી થઇ છે.
ADVERTISEMENT
રાજકોટમાં વહેલી સવારે ઉનાળા જેવું વાતાવરણ હતું
રાજકોટમાં આજે વહેલી સવારથી જ બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે બપોર બાદ જાણે કે ચોમાસુ ચાલતું હોય તે રીતે વરસાદ તુટી પડ્યો હતો. રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વરસાદનો મેઘાડંબર સર્જાયો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. રસ્તાઓ પાણી પાણી થયા હતા. રાજકોટના અનેક વિસ્તારોમાં તો રોડ પર નદીઓ વહેતી થયા હતા. ભારે પવનના કારણે દ્વિચક્રી વાહનના માલિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મનપા દ્વારા સત્તાવાર આંકડા હજી આવવાના બાકી
મનપાના સત્તાવાર આંકડાઓ અનુસાર બપોરે 2થી3 વાગ્યા સુધીમાં એક જ કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 21 મી.મી, ઇસ્ટ ઝોનમાં 31 મી.મી અને વેસ્ટ ઝોનમાં 32 મી.મી વરસાદ નોંધાયો હતો. જ્યારે 3થી 4 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 5 મી.મી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની ભયાનક આગાહી
23 માર્ચ – ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
24 માર્ચ – બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમા માવઠાની આગાહી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તથા ક્છ અને દીવમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં હવામાન વિભાગની આગાહી હોવા છતા બેદરકારી જોવા મળી હતી. જાહેરમાં પડેલી જણસો વરસાદના કારણે પલળી ગઇ હતી. મોડું મોડુ જાગેલું તંત્ર આગામી ત્રણ દિવસ સુધી પાક નહી લાવવા માટે ખેડૂતોને અપીલ કરી હતી.
ADVERTISEMENT