ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસ આસીસ્ટન્ટના લાયક ઉમેદવારોની જાહેરાત

અમદાવાદ : ક્લાર્ક અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ના ઉમેદવારો માટે નવું વર્ષ શુભ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત ગૌણ…

gujarattak
follow google news

અમદાવાદ : ક્લાર્ક અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ના ઉમેદવારો માટે નવું વર્ષ શુભ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5855 ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ 5620 ઉમેદવારોને લાયક ઠેરવવામાં આવ્યા છે. બીજી તરફ 235 ઉમેદવારો ગેરલાયક ઠર્યા છે. આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિકારીક રીતે નોટિફિકેશન અને લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.

3901 પદ માટે આયોજીત કરવામાં આવી હતી પરિક્ષા
ગુજરાત સરકારના વિવિધ ખાતાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કચેરીઓમાં ક્લાર્ક અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની 3901 જગ્યા માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કાની લેખિત અને સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટના અંતે 5855 ઉમેદવારો લાયક ઠર્યા હતા.

લાયક ઠરેલા ઉમેદવારોની યાદી અધિકારીક રીતે જાહેર કરવામાં આવી
લેખિત અને કોમ્પ્પુટરમાં લાયક ઠરેલા 5855 ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદીએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ યાદી પણ પોતાની અધિકારીક વેબસાઈટ પર મુકી હતી. જેમાં પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ આજે તેમણે લાયક અને ગેરલાયક ઉમેદવારોની યાદી અધિકારીક રીતે જાહેર કરી દીધી છે.

    follow whatsapp