Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં નવો વિવાદ સામે આવ્યો છે. અંકલેશ્વર GIDCમાં આવેલી લાયન્સ સ્કૂલમાં ધો.10ની બોર્ડની પરીક્ષાના ગણિતના પેપરમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ક્લાસરૂમમાં હિજાબ કઢાવાતા વિવાદ સર્જાયો છે. આ મામલે વાલીઓએ ગેરવર્તનના આરોપ સાથે શાળાએ પહોંચીને ફરિયાદ કરી હતી. જોકે અહીંથી સંતોષજનક જવાબ ન મળતા શિક્ષણ વિભાગ અને પોલીસને આ મામલે જાણ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: TMKOC: વડોદરામાં સગાઈની વાત પર 'બબીતાજી' અને 'ટપ્પુ'નું પહેલું નિવેદન, જુઓ શું કહ્યું
ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીનો હિજાબ કઢાવાયો
વિગતો મુજબ, અંકલેશ્વરની લાયન્સ શાળામાં ધો.10ની બોર્ડની પરીક્ષા શરૂ થતા પહેલા ક્લાસરૂમમાં બેઠેલી મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પહેરેલો હિજાબ કઢાવી નાખતા વિવાદ છંછેડાયો હતો. વાલીઓનો આરોપ છે કે વિદ્યાર્થિનીઓએ કોઈ ચોરી કરી હોય તેમ ક્લાસની વચ્ચે જ તેમને આ રીતે હિજાબ કઢાવાતા પેપર પર તેની અસર થઈ છે. વાલીઓએ સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવા વાલીઓની માંગ
આ મામલે વાલી નાવેદ મલેકે જણાવ્યું કે, અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ધો.10ના ગણિતના પેપરમાં સ્કૂલના ગુજરાતી સેક્શનના પ્રિન્સિપાલે પરીક્ષા શરૂ થતા પહેલા પરીક્ષા હોલમાં જેટલી પણ વિદ્યાર્થિનીઓએ મોઢા પર ઓઢણી કે સ્કાર્ફ પહેર્યો હતો તે ઉતરાવ્યો. જે સીસીટીવીમાં દેખાય છે. તેમાં જણાય છે કે એક બાળકીનો સ્કાર્ફ ઉતરાવે છે અને આખો ક્લાસ તેને વિલનની જેમ જુઓ છે. બાળકોનો આત્મવિશ્વાસ ઓછો કર્યો. આવી એક નહીં 10થી 20 જેટલી વિદ્યાર્થિનીઓ હતી. અમારી માંગ છે કે પ્રિન્સિપાલે જો આ પોતાની મરજીથી કર્યું હોય તે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. પ્રિન્સિપાલનું એવું કહેવું છે કે, તેમને ઉપરથી આદેશ છે. અમે અમારી રજૂઆત બોર્ડમાં કરીશું.
આ પણ વાંચો: Pradhan Mantri Awas Yojana: અમદાવાદમાં EWS આવાસ યોજનાની જાહેરાત, જાણો ક્યાંથી ભરી શકાશે ફોર્મ?
શિક્ષણાધિકારીએ પરીક્ષા સ્થળ સંચાલકને બદલ્યા
આ મામલે ભરૂચના જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાવલે કહ્યું કે, આચાર્ય સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું વિદ્યાર્થિઓની ઓળખ માટે તેમણે આ કર્યું છે. બોર્ડની ગાઈડલાઈનમાં પહેરવેશ અંગે કોઈ સૂચના નથી. બધા પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે. CCTV ચેક કરતા મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT