હેતાલી શાહ/ખેડા: આ વખતે હોળી અને ધુળેટીના તહેવાર વચ્ચે પડતર દિવસ આવી રહ્યો છે. ત્યારે ઘણી જગ્યાએ સોમવારે તો ઘણી જગ્યાએ મંગળવારે હોળિકા દહનનો કાર્યક્રમ છે. ત્યારે ગઈકાલે ખેડામાં આવેલા NRI ગામ પલાણામાં હોળી દહન બાદ પડેલા ધગધખતાં અંગારા પર આસ્થાભેર ચાલતા ગ્રામજનોને જોવા મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો પણ પહોંચ્યા હતા. મહત્વનું છે કે અંગારા ઉપર ચાલવાનો કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. પરંતુ ગ્રામજનો સ્વેચ્છાએ જ આ પરંપરાનું અનુકરણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ખેડામાં અંગારા જમીન પર ફેલાવી ગ્રામજનો ઉપર ચાલે છે
ખેડા જિલ્લાના પલાણા ગામમાં ગામની ભાગોળે ટાવર પાસે મોટી હોળી પ્રજ્જવલિત કરવામાં આવે છે. સાંજે શાસ્ત્રોકત વિધિથી પૂજા કરવામાં આવે છે. હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ જ્યારે તેના અંગારા થયા બાદ ગ્રામજનો આ હોળીના અંગારા જમીન પર ફેલાવે છે અને ગામના પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકો પણ તેમાં ભાગ લે છે. કહેવાય છે કે આ અંગારા પર ચાલવાથી તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ પણ વાંચો: વડોદરામાં વૈદિક હોળી પ્રગટાવી બાળકો રંગે રંગાયા, બાળકોને હોળીનું મહત્વ સમજાવ્યું
બાળકો પણ અંગારા પર ચાલે છે
હોળીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અંગારા પર ચાલવા માટે દૂર-દૂરથી આવે છે, ઉલ્લેખનીય છે કે અહીં લોકો સળગતા અંગારા પર ચાલે છે. પછી તેઓ વિચારે છે કે આ હોળી માતા દ્વારા તેમની બધી મુશ્કેલીઓ પૂર્ણ થશે. જેને તેઓ ચુલ પણ કહે છે. અહીં, આ પલાણા ગામમાં આ દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે અને માત્ર પુખ્ત વયના લોકો જ નહીં, નાના મોટા સૌ કોઈ આ અંગારા પર ચાલે છે. પલાણા ગામમાંથી લોકો યુકે, અમેરિકા, આફ્રિકા સહિતના દેશોમાં વસેલા છે અને દરવર્ષે હોળીના તહેવારમાં તેઓ વતન આવતા હોય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT