પગાર વધારાની માંગને લઈ આંગણવાડીની મહિલા કર્મચારીઓ મેદાને

સંજય રાઠોડ, સુરત: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકારી કર્મચારીઓ એક પછી એક પોતાની માંગને લઈને મેદાને ઉતરી રહ્યા છે.…

gujarattak
follow google news

સંજય રાઠોડ, સુરત: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકારી કર્મચારીઓ એક પછી એક પોતાની માંગને લઈને મેદાને ઉતરી રહ્યા છે. ત્યારે સુરતના આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા કલેકટર કચેરી સુધી રેલી યોજી પગાર વધારાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

ચુંટણીના વર્ષ સાથે આંદોલનનું વર્ષ પણ ગણવામાં આવતું હોય છે. આ વર્ષમાં કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલનના માર્ગે નીકળી પડે છે. રેલીઓ યોજે છે અને આવેદન પત્રો આપએ છે. ત્યારે સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ પોતાની રજૂઆતને લઈને કલેકટરને રેલી યોજી રજૂઆત કરવા પહોંચ્યા. આ રેલીમાં જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ જોડાયા હતા.

સુરતમાં મહિલા આંગણવાડી કર્મચારીઓ ઘણા સમયથી પગાર વધારાની માંગ સાથે અનેક જગ્યાએ રજૂઆત કરી ચૂકી છે. તેવામાં ફરી એક વખત સુરત કલેકટર કચેરી સુધી રેલી યોજી સુરત કલેકટરને પગાર વધારવાની રજૂઆત કરી હતી. મહત્વનું છે કે આંગણવાડી મહિલા કર્મચારીઓ અને આશા વર્કર કર્મચારીઓ ને કામનું ભારણ વધારે આપવામાં આવતા જ મહિલા કર્મચારીઓએ વિરોધનો સુર ઉઠાવ્યો હતો.

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કરી રહેલી માંગને પગલે હજુ સુધી માંગ ના સંતોષાતા સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે 500 જેટલી મહિલાઓ પહોંચી હતી અને નારે બાજી કરી વિરોધ નોંધાવી સુરત જિલ્લા કલેકટરને પગાર વધારવાની માંગ સાથે રજૂઆત કરી હતી.

આંગણવાડીમાં ખરાબ ખોરાક આવે છે
આંગણવાડી મહિલા કર્મચારી ભાવનાબેન સુરતીએ આ અંગે કહ્યું કે, અમે આજે આંગણવાડીની મહિલા બહેનોના પગાર વધારાની માંગ સાથે આવ્યા છીએ.  આંગણવાડીને લગતા અનેક પ્રશ્નો છે. એક, સરકાર બાળકોને કુપોષણથી બચાવવા માટે યોજનાઓ લઈને આવે છે, પરંતુ સૌથી ખરાબ ખોરાક આંગણવાડીમાં આવે છે. જે બાળકો ખાઈ શકતા નથી.

    follow whatsapp