અનંત પટેલ પર હુમલો થયો જ નથી, સી.આર પાટીલે કર્યો ચોંકાવનારો ખુલાસો

સુરત : શનિવારે ગુજરાતના નવસારીના ખેરગામ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલ પર હુમલા બાદ…

gujarattak
follow google news

સુરત : શનિવારે ગુજરાતના નવસારીના ખેરગામ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલ પર હુમલા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ કરતા એક દુકાનને આગ ચાંપી દીધી હતી.જો કે અનંત પટેલે ભાજપ પર હુમલા બાદ આકરા પ્રહારો કર્યા હતા.

સી.આર પાટીલે કહ્યું કે, અનંત પટેલ પર કોઇ હુમલો થયો જ નથી
જો કે આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અનંત પટેલ પર કોઇ હુમલો થયો નથી. હુમલાનું માત્ર નાટક કરવામાં આવ્યું છે. ચૂંટણી નજીક છે અને કોઇ મુદ્દા નથી એટલે આ પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે. જેથી તેઓ માધ્યમોમાં ચમકતા રહે અને લોકો માટે લડી રહ્યા છે તેવું ચિત્ર ઉભુ કરી શકે.

આદિવાસીઓનાં દિગ્ગજ નેતા માનવામાં આવે છે અનંત પટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, 45 વર્ષીય યુવા ધારાસભ્ય અનંત પટેલ કોંગ્રેસના આદિવાસી દિગ્ગજ નેતા છે. વાસંદા બેઠક પરથી 18 હજાર કરતા પણ વધારે મતની લીડથી ભવ્ય જીત મેળવી ચુક્યા છે. પીએમનો પારતાપી લિંક પ્રોજેક્ટને રદ્દ કરાવવામાં પણ તેઓની મહત્વપુર્ણ યોજના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદેશમાંથી જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ સાંસદ છે.

રાહુલ ગાંધી સહિતનાં નેતાઓ આપી ચુક્યા છે ઉગ્ર પ્રતિક્રિયા
અત્રે ઉલ્લેખનીય છે કે, અનંત પટેલ પર હુમલા બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને હુમલાની નિંદા કરી હતી. આ અંગે ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે, અનંત પટેલ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ આંદોલનની આગેવાન હતા. તેમના પર હુમલો કરવામાં આવ્યો છે, કોંગ્રેસ કોઇથી ડરશો નહી, અમે લડીશું અને જીતીશું.

    follow whatsapp