રોનક જાની, સાપુતારા : કેન્દ્ર સરકારની મહત્વની રિવર લિંક યોજનાની જાહેરાત બાદ દક્ષિણ ગુજરાતમાં આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા માટે બનેલ સંઘર્ષ સમિતિનીએ શરૂ કરેલ આંદોલનને આજે એક વર્ષ થયું છે. ત્યારે આજના દિવસને સંકલ્પ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આંદોલનના પ્રણેતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન અનંત પટેલે કહ્યું કે, જ્યાં સુધી સરકાર શ્વેતપત્ર ન આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકરાકના 2022 ના બજેટમાં રિવરલિંક પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેકટમાં દક્ષિણ ગુજરાતની મુખ્ય નદીઓ ઉપર ડેમ બનાવાનું આયોજન હતું, પ્રોજેકટને પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું. જે પ્રોજેકટમાં નવસારી, ડાંગ અને વલસાડના આદિવાસીઓની જમીન અને મકાનો જતા હોય તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાના રંભાસ ગામથી શરૂ થયેલ વિરોધને એક વર્ષ પૂર્ણ થતા. આજના દિવસને સંકલ્પ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાના કાલીબેલ ખાતે આશ્રમશાળામાં યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં સંઘર્ષ સમિતિના આગેવાનો જોડાયા હતા. આદિવાસી સમાજનો સંકલ્પ છે કે સરકારે સમાજના વિરોધને લઈને પ્રોજેકટ રદકરવાની જાહેરાત કરી છે પરંતુ શ્વેતપત્ર આપ્યો નથી.
લોકોને કર્યું આહ્વાન
ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટલે આજે જાહેરાત કરતાં કહ્યું કે, જ્યા સુધી શ્વેતપત્ર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ સંકલ્પને લોકો સુધી પહોંચાડવા માટે ફરી એકવાર સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ રેલી આદિવાસી અસ્તિત્વ બચાવવા માટે રચાયેલ સંઘર્ષ સમિતિના નેજ હેઠળ પૈખડ ડેમ થી લઈને કેલવણ ડેમ સુધીના તમામ સંભવિત ડેમો ને જોડતા અસરગ્રસ્ત ગામોમાં ફરશે. સમિતિ એ અસરગ્રસ્ત લોકોને રેલીમાં જોડાઈને સરકાર પાસે યોજના રદ કરતો શ્વેતપત્ર લેવા શરૂ થયેલ લડતમાં સહકાર આપવા આહવાન કર્યું છે.
આ પહેલા પણ કરી હતી માંગ
આ પ્રોજેક્ટ શરૂ ન થાય તે માટે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહીને રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આદિવાસી સમાજનો રોષ પારખીને આ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે સુરત ખાતે આવેલા મુખ્યમંત્રીની મૌખિક જાહેરાતથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને સંતોષ હોવાથી તેમણે શ્વેતપત્ર જાહેર કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હોવાની માંગ કરી હતી. ઉપરાંત પહેલા દિવસથી સમગ્ર પ્રોજેક્ટ રદ્દ કર્યો એનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે ત્યારે જ તેઓ માનશે તેવી માંગ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT