વાંસદા : ગુજરાત વિધાનસભા અંતર્ગત આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે જે ગુજરાતના પાવર સેન્ટર ગણવામાં આવે છે તે બંન્ને તબક્કાનું આજે પ્રથમ તબક્કામાં મતદાન છે. ગુજરાતના સૌરાષ્ટ્ર બાદ હાલ દક્ષિણના મંત્રીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે અનેક મંત્રી અને દિગ્ગજ નેતાઓના ભવિષ્યનો અત્યારે ફેસલો થશે.
ADVERTISEMENT
ગુજરાતની હાઇપ્રોફાઇલ બેઠકો પૈકીની એક છે વાંસદા
વાંસદા બેઠક પણ હાઇપ્રોફાઇલ બેઠકો પૈકીની એક છે. અનંત પટેલ કે જેઓ હાલ આદિવાસી ચહેરા તરીકે ઉભરી આવેલા છે. તેવામાં આ બેઠક ખુબ જ મહત્વની છે. અનંત પટેલ આજે પોતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેઓએ ભગવાન બિરસા મુંડાની તસવીર સાથે રાખી હતી. લોકોને મહત્તમ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
ઉનાઇ બેઠક પર બે ઇવીએમ ખોટકાતા લોકોનો હોબાળો
અત્રે ઉલ્લેખનીય છે કે, વાંસદા બેઠકની ઉનાઇ બેઠક પર એક સાથે બે ઇવીએમ ખોટકાયા હતા. બંન્ને ઇવીએમ ખરાબ થવાના કારણે મતદારોની લાંબી લાઇન લાગી હતી. ઇવીએમ ખરાબ થતા જિલ્લા મથકથી વધારાના ઇવીએમ મોકલવામાં આવ્યા હતા. જો કે પુનમતદાન શરૂ થાય તે પહેલા ભારે ભીડ જામી હતી. લોકોએ હલ્લાબોલ પણ કર્યા હતા.
ADVERTISEMENT