અનંત પટેલે મુલાકાત અને ફોન ન કરવા કરી અપીલ, આ છે ચોક્કસ કારણ

રોનક જાની/નવસારી : નવસારીના ખેરગામ ખાતે ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલા બાદ આજે ત્રીજા દિવસે પણ તેમની તબિયત સ્થિર, વાંસદાની ખાનગરી હોસ્પિટલમાં સારવાર કરતા…

gujarattak
follow google news

રોનક જાની/નવસારી : નવસારીના ખેરગામ ખાતે ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલા બાદ આજે ત્રીજા દિવસે પણ તેમની તબિયત સ્થિર, વાંસદાની ખાનગરી હોસ્પિટલમાં સારવાર કરતા ડોકટરે આરામ કરવાની સલાહ આપી છે. અનંત પટેલના પરિવારજનોએ કોંગ્રેસના કાર્યકરો અને તેમના સમર્થકોને મુલાકાત માટે આગ્રહ ન કરવા વિનંતી કરી છે. ફોન ઉપર પણ વાત કરવાનું હાલ અનંત પટેલ ટાળી રહ્યા છે.

આદિવાસીઓના મસીહા એવા અનંત પટેલના સ્વાસ્થ્ય માટે સામુહીક પ્રાર્થનાનું આયોજન
વાંસદાના આદિવાસી ધારાસભ્ય ધારાસભ્ય અંનત પટેલ પર થયેલ હુમલા બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. ડોકટરે સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. પોતાના લોકપ્રિય નેતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા આદિવાસી સમાજના લોકો અને તેમનાં સમર્થકોએ આવતીકાલે બુધવારે સવારે વાંસદા જ્યાં અનંત પટેલ સારવાર લઈ રહ્યા છે તે હોસ્પિટલ નજીક તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના માટે પ્રકૃતિ પુજાનુ આયોજન કર્યું છે.

આદિવાસીઓ દ્વારા પ્રકૃતિ પુજાનું આયોજન કરાયું
આ પ્રકૃતિ પૂજામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે. ખાસ કરીને મહિલાઓ અનંત પટેલના સ્વાસ્થયને લઈને ખૂબ ચિંતિત છે. છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરે પ્રાર્થના કરી રહી છે ત્યારે આવતી કાલે સામુહીક પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

    follow whatsapp