Anant Ambani and Radhika Merchant Pre Wedding Celebration: જામનગરમાં દેશના સૌથી ધનિક બિઝનેસ મેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ ગઈ છે. સમગ્ર દુનિયાની નજર હાલ જામનગર પર છે કારણ કે મનોરંજન, ઉદ્યોગ જગતના મોંઘેરા મહેમાનો હાલ જામનગરના મહેમાન બની રહ્યા છે.
ADVERTISEMENT
જામનગરમાં દુનિયાની મશહૂર હસ્તીઓનો જમાવડો
આજથી શરૂ થયેલી આ ઇવેન્ટ ૩ માર્ચ સુધી ચાલશે. જો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જો કે 12 જુલાઈના રોજ થવાના છે. તે પહેલા હાલ જામનગરના આંગણે અનંત અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે દેશ દુનિયાની મશહૂર હસ્તીઓનો જમાવડો થયો છે. બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સિંગર રિહાના પણ જામનગર આવી પહોંચ્યા છે. એવામાં આખરે હાલ બધાના મનમાં એક સવાલ થતો હશે કે આ ઇવેન્ટ માટે જામનગરની પસંદગી જ કેમ કરવામાં આવી?
પ્રી-વેડિંગ સેરેમની માટે શા માટે જામનગર પસંદ કરવામાં આવ્યું
જામનગર લોકેશન પસંદ કરવાને લઇ નીતા અંબાણીએ ખુલાસો કર્યો છે. અનંત અને રાધિકાની પ્રી વેડિંગની તૈયારીઓ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં નીતા અંબાણી કહી રહી છે કે, તેમને ભારતીય સંસ્કૃતિ પર પ્રેમ છે. તેઓ પોતાના પરિવારના મૂળિયા સાથે જોડાવવા માંગે છે. બિઝનેસના કારણે મુંબઈમાં રહેવાને લીધે કેટલીક ચીજો જે પાછળ છૂટી ગઈ હતી તેને તેઓ ફરીથી જીવંત કરીને સમગ્ર દુનિયાને તેનાથી વાકેફ કરાવવા માંગતા હતા.
નીતા અંબાણી કહે છે કે, ભારતીય સંસ્કૃતિ અને કળા મને ખુબ પ્રેરિત કરે છે. ગુજરાતના જામનગર સાથે તો સમગ્ર અંબાણી પરિવારનો ગાઢ નાતો છે. અનંતના દાદી જામનગરમાં જન્મ્યા હતા. તેમના દાદા ધીરુભાઈ અંબાણીએ જામનગરમાં જ બિઝનેસ શરૂ કર્યો હતો. અનંતના પિતા મુકેશ અંબાણીએ જામનગરમાં જ પરિવારનો કારોબાર સંભાળ્યો અને બિઝનેસની આંટીઘૂંટી શીખી. આકાશ, ઈશા અને અનંત ત્રણેયનું બાળપણ જામનગરમાં જ વીત્યું. ત્રણેયને તેમના જૂના મૂળિયા સાથે જોડી રાખવા માટે ગુજરાતી કલ્ચર અને પરંપરાગત રીતિ રિવાજો સાથે અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ જામનગરમાં કરવાનો પ્લાન ઘડાયો.
ADVERTISEMENT