અનંત અંબાણી સોમનાથના દર્શને, મહાદેવને સવા કરોડના સોના-ચાંદી અર્પણ કર્યા

સોમનાથ : દેશના અગ્રણી ઉદ્યોગપતિ રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ જગવિખ્યાત સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સોમનાથ મંદિરમાં તેમણે પુજન અર્ચન પણ કર્યું હતું. અનંત…

gujarattak
follow google news

સોમનાથ : દેશના અગ્રણી ઉદ્યોગપતિ રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ જગવિખ્યાત સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સોમનાથ મંદિરમાં તેમણે પુજન અર્ચન પણ કર્યું હતું. અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને 1.51 કરોડ રૂપિયાનું દાન, સુવર્ણ કળશ અને મહાદેવની વિશેષ પુજામાં ઉપયોગમાં લેવાતા ચાંદીના વાસણો માટે 90 લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

અંબાણી પરિવારની સોમનાથ મહાદેવમાં અનન્ય આસ્થા
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દેશના સૌથી અમીર બિઝનેસમેન પૈકીના એક રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આવી પહોંચ્યા હતા. ત્યારે સોમનાથ મંદિરે અધિકારીઓએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. અનંત અંબાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને ગંગાજળ અભિષેક સાથે મહાપુજા અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે મંદિર ટ્રસ્ટને દાન કરાયેલી સોનાથી મઢેલા સુવર્ણ કળશનું પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનંત અંબાણીએ ટ્રસ્ટને 90 લાખની કિંમતના ચાંદીના વાસણો અર્પણ કર્યા હતા. મહાદેવની પુજા બાદ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ મહાદેવની સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કર્યા હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનંત અંબાણીનું સન્માન કરવામાં આવ્યું
આ અંગે મંદિર ટ્રસ્ટના જીએમએ જણાવ્યું કે, રિલાન્ય ગ્રુપની સોમનાથ મહાદેવ પ્રત્યે વિશેષ આસ્થા છે. તેઓ નિયમિત રીતે મંદિરે દર્શન કરવા માટે આવતા રહે છે. અનંત અંબાણીએ સોમનાથ મંદિરના નૃત્ય મંડપના શીખરને સુવર્ણ મઢીત કરવામાં ચાલી રહેલા અભિયાનમાં 51 સુવર્ણ કળશો ચડાવવા માટે 61.71 લાખ રૂપિયાની ભેટ આપી હતી. તૈયાર થઇ હોવાથી તમામ 51 કળશોની પુજા તેમના હસ્તે કરાવવામાં આવી હતી. સોમેશ્વર મહાપુજામાં ઉપયોગમાં લેવાતા થાળ, વાટકા, ડીશ સહિતના 90 લાખ રૂપિયાની કિંમતના ચાંદીના વાસણો અર્પણ કર્યા હતા.

    follow whatsapp