જૂનાગઢ: રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નદી-નાળા છલકાયા છે. જૂનાગઢમાં પણ બુધવારે પડેલા ભારે વરસાદ બાદ સોનરેખ નદી પર આવેલા દામોદર કુંડમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ભારે વરસાદના કારણે આણંદપુર ડેમમાં નવા પાણીની આવક થતા ઓવરફ્લો થઈ ગયો હતો.
ADVERTISEMENT
5 ગામોને એલર્ટ કરાયા
ડેમ ઓવરફ્લો થઈ જતા 5 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વંથલી તાલુકાના રાયપુર, સુખપુર તેમજ મેંદરડાના નાગલપુર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં પાણીની ક્ષમતા 38.71 મીટરની છે, જેના પરથી હાલમાં પાણી વહી રહ્યું છે.
જૂનાગઢમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું
તો જૂનાગઢ શહેરમાં પણ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પણ નદી બન્યા હોય એમ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગિરનાર પર સાંજ સુધીમાં 4 ઈંચ જેટલો વરસાદ પડતા ભવનાથ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તો દામોદર કુંડ, ખોડિયાર ઘુન અને નારાયણ ધરોમાં પણ પાણી આવ્યા હતા.
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી)
ADVERTISEMENT