ANAND: પુજારીએ 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું, બિભત્સ ફોટો પાડી સો.મીડિયામાં વાઈરલ કર્યા

હેતાલી શાહ/આણંદઃ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં આણંદ જિલ્લાના ખંભાત ઇન્દ્રભુવનેશ્વર મહાદેવના મંદિરના પૂજારીએ 15 વર્ષીય સગીર દીકરી પર દુષ્કર્મ…

gujarattak
follow google news

હેતાલી શાહ/આણંદઃ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં આણંદ જિલ્લાના ખંભાત ઇન્દ્રભુવનેશ્વર મહાદેવના મંદિરના પૂજારીએ 15 વર્ષીય સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. એટલુ જ નહીં પુજારીએ તમામ શરમની હદો વટાવી દીધી હતી અને 15 વર્ષીય સગીરાના બિભત્સ ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતા. આ સમગ્ર ઘટનાથી રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે પણ અત્યારે ગણતરીના કલાકોમાં કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે.

મંદિરના પુજારીની સગીરા પર નજર બગડી…
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ધુવારણ ખાતે આવેલા ઇન્દ્રભુવનેશ્વર મહાદેવના મંદિરના પુંજારી તરીકે કામ કરતો અમરનાથ વેદાંતી મંદિરની ઓરડીમાં રહેતો હતો. જ્યા મંદિરમાં દર્શન કરવા તથા મંદિરનું નાનું મોટુ કામ કરવા આવતી એક 15 વર્ષીય સગીરાને પુજારીએ હવસનો શિકાર બનાવી હતી. આ દરમિયાન પુજારીએ સગીરા પર ખરાબ ઈરાદાથી દુષ્કર્મ આચર્યુ હતું.

ફોટો અને વીડિયો ઉતારી વાઈરલ કર્યા
પુજારીએ સગીરા પર દુષ્કર્મ આચરી વેબકેમથી ફોટા અને વીડિયો ક્લિક કરીને શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. એટલું જ નહીં તેના અન્ય ફોટોને મોર્ફ કરીને સગીરાને વધુવાર શારિરીક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. અવાર નવાર પુજારી મંદિરની ઓરડીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારતો હતો.

પોલીસે પુજારીની ધરપકડ કરી
સગીરા પર દુષ્કર્મ આચરીને પુજારીએ તેના બિભસ્ત ફોટા પાડી તે સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા ફોટાની જાણ પીડિત સગીરાની બહેનને થતા પીડિતાની બહેને આણંદ સાયબર ક્રાઈમમાં પુજારી અમરનાથ વેદાંતી સામે ફરીયાદ નોંધાવી દીધી હતી. આ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ કેસની તપાસ કરતા પોલીસ ઈન્સ્પેક્ટર યશ ચૌહાણે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં સગીરાનાં બિભત્સ ફોટા વાઈરલ થયા હતા. જેને લઈને સગીરાની બહેનને ફરીયાદ આપતા અમે ફોન લોકેશન ટ્રેસ કરી અને તમામ સબૂતોને આધારે પૂજારી સુધી પહોંચ્યા હતા. ત્યારપછી પોલીસ દ્વારા પુજારીને ઝડપી લઈ ડિજિટલ પુરાવાઓ ભેગા કરાઈ રહ્યા છે.

પરિવારે સગીરા સાથે ચર્ચા કરી…
અત્યારે પુજારીના 3 મોબાઈલ ફોન, 1 લેપટોપ,  1 વેબ કેમેરા, 1 કાર્ડ રીડર, 3 મેમરી કાર્ડ જપ્ત કરી પુરાવા એકત્રીત કરવામાં આવી રહ્યા છે. પોલીસ અત્યારે સાધુની કોઈ ક્રાઈમ હિસ્ટ્રી છે કે નહીં તેની પણ તપાસ કરી રહ્યા છે. આ ઘટનામાં સોશિયલ મીડિયામાં ફોટા વાઈરલ થતા પરીવારે સગીરાને સમજાવીને પુછપરછ કરી ત્યારબાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

આ સાધુ ખંભાતના ધુવારણનાં ઇન્દ્ર ભુવનેશ્વર મહાદેવના મંદિરમાં આશરે છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો હતો. તે મૂળ યુપીનો રહેવાસી છે. મહત્ત્વનું છે કે, મંદિર જેવી પવિત્ર જગ્યામાં પુંજારીએ પોતાની ખોટી નીતિને સંતોષવા માટે માસુમ સગીરા પર દુષ્કર્મ આચરવાની અને ત્યારપછી સગીરાના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા પુજારીની આકરી ટિકા થઈ રહી છે.

    follow whatsapp