આણંદઃ આંકલાવમાં એક યુવાન ચાલુ બાઈકે જઈ રહ્યો હતો ત્યારે જ તેના ખિસ્સામાં રહેલો મોબાઈ ફાટતા તે નીચે પટકાયો હતો. બનાવમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોબાઈલ ફાટવાના કારણે યુવાને બાઈક પરથી કાબુ ગુમાવી દીધો હતો અને તે નીચે પટકાયો હતો. મોબાઈલના બે ટુકડા થઈ ગયા છે.
ADVERTISEMENT
IPL 2023 Playoffs: એક ડોટ બોલના બદલે 500 વૃક્ષ વાવશે BCCI, ચારે બાજુ થઇ રહી છે વાહવાહ
પોલીસે શરૂ કરી તપાસ
આંકલાવના આસોદર માર્ગ પર બાઈક લઈને જતા એક યુવાનનો અકસ્માત થયો હતો. અકસ્માત પાછળનું કારણ એવું હતું કે યુવાનના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટ્યો હતો. જેમાં મોબાઈલના બે ટુકડા થઈ ગયા હતા. જોકે મોબાઈલ ખિસ્સામાં ફાટવાના કારણે યુવાને બાઈકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જોકે હજુ સુધી એ જાણકારી મળી શકી નથી કે યુવાન કોણ છે અને આ કઈ કંપનીનો મોબાઈલ હતો. બનાવની જાણ આંકલાવ પોલીસને થતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
(ઈનપુટઃ હેતાલી શાહ, આણંદ)
ADVERTISEMENT