હેતાલી શાહ.આણંદઃ આણંદ એસઓજી પોલીસ દ્વારા શનિવારે વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ વે પરથી એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે મળેલી બાતમી આધારે વોચ ગોઠવીને શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ વડોદરાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ સાથે કુલ રૂપિયા 21 લાખની મત્તા જપ્ત કરીને આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
આણંદ SOG પોલીસને બાતમી મળી હતી કે , અશ્વિન ઉર્ફે જલો ઠક્કર કારમાં એમ્ફેટામાઈન ડેરીવેટીવ્સ / મેફેડ્રોન ડ્રગ્સ MD ડ્રગ્સ લઈને અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પરથી પસાર થવાનો છે. જે બાતમીના આધારે SOG પોલીસની ટીમ વાસદ ટોલનાકા પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન માહિતી પ્રમાણેની આ કાર ટોલનાકા પાસેથી પસાર થતા પોલીસે કારને અટકાવી અને તેની તલાશી લીધી હતી. જોકે કાર ચાલક વડોદરાનો રહેવાસી અશ્વિન ઉર્ફે જલો ઠક્કરની અંગજડતી લેતા પેન્ ના ખિસ્સામાંથી એમડી ડ્રગ્સ જેવો નશીલો પદાર્થ મળી આવ્યો. જેનું વજન કરતાં ૫.૩૮૭ ગ્રામ તથા તેની અંદાજીત બજાર કિંમત રૂપિયા ૫૩,૮૭૦ જેટલી થાય છે. પોલીસે એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, સેલ વાળા વજન કાટા સાથે પોલીસે અશ્વિન ઠક્કરને ઝડપી પાડી જે કારમાં ડ્રગ્સની હેરફેરી થઈ રહી હતી એ કાર પણ પોલીસે જપ્ત કરી કુલ ૨૧,૫૬,૨૭૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સાથે જ આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું છે ? અને કોને આપવાનું હતું ? તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.
ADVERTISEMENT