હેતાલી શાહ.આણંદઃ બિપોરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનમાલને નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારે તકેદારીના પગલા લીધા અને આજે તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. તો આવતીકાલે એટલે કે 17 જૂનના રોજ પણ બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. ખાસ કરીને ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લા તથા આણંદ જિલ્લાની તમામા પ્રાથમિક શાળાઓ આવતીકાલે એટલે કે, 17-06-2023ના રોજ રહેશે બંધ રાખવાનો હુકમ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તે પછી 18મીએ રવિવારની રજા છે ત્યારે 19-06-2023ના સોમવારથી રાબેતા મુજબ શાળાઓ ખુલશે.
ADVERTISEMENT
શાળાના સ્ટાફને રહેવું પડશે હાજર
બિપોરજોય વાવાઝોડાની અસર ખેડા તથા આણંદ જિલ્લામાં આવતીકાલે પણ જોવા મળી શકે છે. બન્ને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. જે પરિસ્થિતિને ધ્યાને લઇ 17 જૂન 2023ના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાના સ્ટાફને ફરજ પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. તા. 19-06-2023થી રાબેતા મુજબ શાળાઓ ખુલશે. તેવો પરિપત્ર જાહેર કરાયો છે.
એના આંસુઓમાં છૂપાઈ હતી બિપોરજોયના કારણે થયેલા અંધકારમય ભવિષ્યની ઝાંખી
આજે રજા હોઈ મોટી ઘટના ટળી
મહત્વનું છે કે, આજે પણ બન્ને જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ હતી. મહુધાની ઉંદરા પ્રાથમિક શાળામાં વહેલી સવારે બિપરજોય વાવાઝોડાથી આવેલા ભારે પવનના કારણે શાળાના મકાનના પતરા ઉડી ગયા હતા. એટલુ જ નહીં પતરાની પેરાફીટ તેમજ મકાનના પીલ્લર પણ પડી ગયા હતા. જેના કારણે પીલ્લરનો કાટમાળ ક્લાસરૂમમાં પડતા શાળાના અંદર રહેલા બેન્ચીસ, એલ ઈ ડી ટીવી તથા વિદ્યાર્થીઓના પુસ્તકોને નુકસાન થયું હતું. જોકે વાવાઝોડાના કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં આજે રજા આપવામા આવી હોવાના કારણે કોઈ બાળકો કે શિક્ષકો હાજર નહોતા. જેને લઈ મોટી ઘાત ટળી હતી.
ADVERTISEMENT