ANAND આ ગામમાં મગરમચ્છ એવી જગ્યાએ જઇને બેસી ગયું કે…

હેતાલી શાહ/ આણંદ : એક મકાનના શૌચાલયમાં 4 ફુટ લાંબો મગરમચ્છ ઘુસી ગયો. જેના કારણે પરિવારના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે જ…

gujarattak
follow google news

હેતાલી શાહ/ આણંદ : એક મકાનના શૌચાલયમાં 4 ફુટ લાંબો મગરમચ્છ ઘુસી ગયો. જેના કારણે પરિવારના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે જ આ ઘટનાની માહિતી વન વિભાગની ટીમના હોવાથી વન વિભાગની ટીમે મગરમચ્છનું રેસક્યું કરીને તળાવમાં છોડી દીધો હતો. આ ઘટના ગુજરાતના આણંદ જિલ્લાના સોજીત્રાના ખારાકુવા વિસ્તારના ખોડિયાર માતાજી મંદિર નજીક છે. જ્યાં પાસમાં જ મલાતજ ગામના તળાવમાં મગરમચ્છ રહે છે. જો કે આ મગરમચ્છ ક્યારે પણકોઇને નુકસાન નથી પહોંચાડતા.

આ મગરમચ્છ આસપાસના વિસ્તારમાં પણ પહોંચી જાય છે. જોકે તેઓ સોજિત્રા પાસે છે, એટલા માટે સ્થાનિક લોકોનું કહેવું છે કે, તળાવની આસપાસના વિસ્તારમાં સમયાંતરે મગરમચ્છો કિનારે જોવા મળતા રહે છે. ગત્ત રાત્રે પણ સોજિત્રા ખારાકુવા વિસ્તારમાં બે ત્રણ યુવકોએ એક મગરમચ્છને ફરતા જોયું હતું. આ દરમિયાન આ મગરમચ્છ એક ઇમારતના શૌચાલયમાં ઘુસી ગયું હતું. સવારે આશરે 5 વાગ્યે જ્યારે એખ પરિવારનો સભ્ય શૌચાલયનો ઉપયોગ કરવા માટે ગયો તો મગરમચ્છને જોઇને ગભરાઇ ગયો હતો. તત્કાલ ગામના સરપંચ અને ત્યાર બાદ વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. 4 ફુટ જેટલા મોટા મગરને રેસક્યું કરીને તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો.

આ અંગે જ્યારે ગુજરાત તકની ટીમે ડેપ્યુટી કંઝર્વેશ ઓફ ફોરેસ્ટના અધિકારી નમ્રતા ઇટાલિયન સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, ઘટના સવારે 9 વાગ્યાની છે. અમને ફોન આવ્યો હતો કે, ખારાકુવા વિસ્તારમાં ઉદેસિંહ રાઠોડ નામના વ્યક્તિના ઘરના શૌચાલયમાં મગરમચ્છ ઘુસી ગયું છે. કોલ આવતાની સાથે જ સ્પેશિયલ ફોરેસ્ટ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. આશરે 15-20 મિનિટની અંદર મગરમચ્છનું રેસક્યું કરીને તેને તળાવમાં છોડી દેવાયો હતો. જો કે સૌથી આશ્ચર્યજનક બાબત છે કે આ સમગ્ર વિસ્તાર મગરો માટે જ જાણીતો છે. અહીં જેટલા પણ તળાવ છે તેમાં મોટા પ્રમાણમાં મગરો છે પરંતુ ક્યારે પણ માનવોને નુકસાન નથી પહોંચાડતા.

    follow whatsapp