હેતાલી શાહ.આણંદઃ ચોમાસાની શરૂઆત થતાં મેઘો કહેર બનીને વરસી રહ્યો છે. આણંદ જિલ્લાના આણંદ, ખંભાત, તારાપુર ,ઉમરેઠ, વાસદ , બોરસદ, પેટલાદ, વિદ્યાનગર, કરમસદ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ આણંદ જિલ્લાના વાસદમાં વરસાદને કારણે દીવાલ ધરાશાઈ થતા બે બાળકોના મોત થયા છે. જ્યારે તેમના પિતાને વધતી ઓછી જાઓ પહોંચી છે. હાલ વાસદ પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને બાળકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
ADVERTISEMENT
ભાવનગરમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા
ગરીબના જીવની કિંમત કેટલી?
આજે સવારથી જ આણંદ જિલ્લામાં મેઘરાજાએ માઝા મૂકી છે. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ બન્યો છે તો શ્રમજીવી પરીવાર માટે અભિશાપ રૂપ બન્યો છે. આણંદ જીલ્લાના વાસદમા મૂળ પાલીતાણાનો શ્રમજીવી પરીવાર કાંસ પર પાછળની દીવાલના ટેકે પોતાનુ ઝુપડુ બનાવી છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરે છે. આ વિસ્તારમા આશરે 10 – 15 જેટલા ઝૂંપડામા શ્રમજીવી પરીવાર વસવાટ કરે છે. અને નાની મોટી મજુરી, કચરો વીણી અથવાતો ફુગ્ગા વેચી પોતાનુ ગુજરાન ચલાવે છે. આજે આ પરિવાર વરસાદને કારણે ઘરમા જ હતો. જેમા પતિ પત્ની અને બે બાળકો હતા. પત્ની રસોઈ બનાવતી હતી. પિતા ઝૂપડામાં હતા તથા ભાઈ બહેન કાંસની દીવાલ પાસે રમતા હતા. જોકે આજે વરસેલા વરસાદ દરમિયાન કાંસ પાછળની દીવાલ એકાએક ધરાશાયી થતા દીવાલનો કાટમાળ ઝૂપડા પર પડ્યો. જોકે માતા બહારની સાઈડ હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પિતા અને બન્ને બાળકો કાટમાળમાં દબાઈ ગયા. જેમાં પિતાને વધતા ઓછા પ્રમાણમા ઈજાઓ પહોંચી છે. જ્યારે એક પાંચ વર્ષનો દિકરો અને 7 વર્ષની દીકરી કાટમાળ નીચે દબાઈ જવાથી બન્ને ભાઈ બહેનનું કરૂણ મોત થઈ ગયું. ઘટનાને પગલે આસપાસની ઝૂપડપટ્ટીના લોકો આવી ગયા અને બન્ને બાળકોની લાશને બહાર કાઢી. ઘટનાને પગલે તાત્કાલિક વાસદ પોલીસ પણ સ્થળ પર પહોંચી બન્ને બાળકોના મૃતદેહને પીએમ માટે વાસદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામા આવ્યા. જ્યાં આણંદના સાંસદ મિતેષ પટેલ પણ પહોંચી ગયા અને પરિવારને સાત્વના આપી, સરકાર તરફથી મળતી તમામ સહાય જલ્દીથી પહોંચાડવા માટે તથા પરીવારને અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરી આપવાની પણ બાહેધરી આપી છે. મહત્વનું છે કે, એક જ પરિવારના બન્ને બાળકોના મોત થતા શ્રમજીવી પરિવારમા શોકની લાગણી પ્રસરી છે. ત્યારે હાલમાં જ હાલોલ જીઆઈડીસીમાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં ગરીબ પરિવાર મધ્યપ્રદેશથી અહીં મજુરી કરવા આવ્યો હતો અને તે પરિવારના 4 બાળકો દીવાલ તેમના ઉપર પડી જતા તેમના મોત થયા હતા. જેને લઈને આજે ગુજરાતના તંત્રમાં એવી પણ દોડધામ જોવા મળી રહી નથી. તંત્ર દ્વારા હજુ આ પરિવારોને શું સહાય અપાશે તે અંગે જાહેરાત કરાઈ હોવાનું પણ સામે આવ્યું નથી. હવે જોવું રહ્યું કે ગરીબના બાળકોના જીવને લઈને તંત્ર શું પગલા લે છે.
ADVERTISEMENT