હેતાલી શાહ.આણંદઃ દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા કિમીઓ અપનાવી રહ્યા છે. છતાંય પોલીસના હાથે આવી રહ્યા છે. આજે આણંદ એલસીબી પોલીસે 17 લાખ ઉપરાંતનો દારૂ તો પકડ્યો, પણ દારૂની હેરાફેરી માટે વપરાયેલ સામાનની કિંમત સાંભળીને તમે ચોકી જશો. કારણ કે, તેની કિંમત 1 કરોડ 70 લાખ ઉપરાંતની થાય છે. જેને પણ પોલીસે જપ્ત કરતા બુટલેગરોને ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
ADVERTISEMENT
આણંદઃ બાઈક પર 5 લાખ ભરેલી બેગ મુકી પત્ની સાથે ફોન પર વાત કરતી વેળાએ થઈ લૂંટ- CCTV
શેમ્પુ, શેવિંગ ક્રિમ સહિતનો કરોડોનો માલ સલવાયો
આણંદ જિલ્લો વિદેશી દારૂની હેરાફેરી માટે એક સિલ્ક રૂટ બની ગયો છે. અવાર નવાર મોટી માત્રામા આણંદમાથી વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વોને પોલીસ ઝડપે છે. છતાય આવા તત્વો દારૂની હેરાફેરી કરવા કોઈ પણ હદ સુધી જતા હોય છે. એવું જ રવિવારે જોવા મળ્યું છે. આણંદ એલસીબી પોલીસે બાતમીના આધારે આણંદના સામરખા ચોકડી નજીક અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે ૪૮, સહારા મોટર્સની સામે રોડ ઉપરથી વોચમાં હતા ત્યારે બાતમી મુજબની કન્ટેનર ટ્રક રજી નં. R-11-GC-1098 આવી હતી. જે કન્ટેનર રોકાવી તેમાં બેઠેલ બે ઇસમોને પકડી કન્ટેનરમાં ચેક કરતા તેમા શેમ્પુ, જીલેટ બ્લેડ, સેવિંગ ક્રિમના બોક્ષ ભરેલા હતા. જેની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી. જેમા જુદી બ્રાન્ડના ભારતીય બનાવટના દારૂના 323 બોક્સમા કુલ 6036 બોટલો કિંમત રૂપીયા 17 લાખ 13 હજાર રૂપીયા થાય છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે 17 લાખના દારૂની હેરાફેરી કરવા માટે 25 લાખ રૂપીયાનુ કન્ટેનર અને શેમ્પુ, જીલેટ બ્લેડ સેવિંગ ક્રિમના 2351 બોક્સ જેની કિંમત 1,45,54,594 જેટલી થાય છે. તેનો ઉપયોગ કરવામા આવ્યો હતો. પોલીસે આ ગુનામા હરીયાણાના શાકિર અબ્દુલ રહેમાન ખુટી મુસલમાન તથા જાહુલખાન ઐયુબખાન મેવાતીને ઝડપી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દારૂ મંગાવનાર તારાપુરનો રાજેન્દ્ર ઉર્ફે ભાણો નવનીતલાલ જયસ્વાલ અને હરીયાણાનો આબેદખાન સામે ગુનો નોંધી પકડવા માટે તપાસ આરંભી છે.
ADVERTISEMENT